<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

આંબેડકરનગરના સુજલને પાંચ શખ્‍સોએ આંતરી ‘આજે મારી જ નાખવો છે' કહી મારકુટ, ટુવ્‍હીલરમાં તોડફોડ

જુના ઝઘડાનો ખાર રાખી સુજલ પરમાર, મયુર ખીમસુરીયા, જયેશ ઉર્ફ જયુ ચાવાડ, મોહિત ઉર્ફે કાળુ પરમાર, મીત ઉર્ફ મીતુ પરમાર વિરૂધ્‍ધ થોરાળા પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧: શહેરના આજી વસાહતમાં રહેતાં યુવાનને પાંચ શખ્‍સોએ આંતરી જુના ઝઘડાનો ખાર રાખી તેને બેફામ ઢીકાપાટુ મારી પછાડી દઇ માથે બેસી જઇ માર મારી મારી નાખવાની ધમકી આપતાં અને તેના ટુવ્‍હીલરમાં પણ ભારે તોડફોડ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં થોરાળા પોલીસ ૮૦ ફુટ રોડ આજી વસાહત આંબેડકરનગર-૧૧માં રહેતાં અને મજુરી કરી પરિવારને મદદરૂપ થતાં સુજલ સંજયભાઇ બાબરીયા (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી નવા થોરાળાના સુજલ દીપકભાઇ પરમાર, મયુર કિશોરભાઇ ખીમસુરીયા, જયેશ ઉર્ફે જયુ મુકેશભાઇ ચાવડા, મોહીત ઉર્ફ કાળુ દિપકભાઇ પરમાર અને મીત ઉર્ફ મીતુ કિશોરભાઇ પરમાર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદમાં જણાવ્‍યા મુજબ ૨૭/૧૧ના રોજ રાત્રીના આશરે સાડા અગીયાર વાગ્‍યે સુજલ પોતાના નાનાના ઘરેથી એક્‍સેસ મોટરસાયકલ લઈને ઘરે જતો હતો ત્‍યારે આંબેડકરનગર શેરી નં. ૩ પાસે સુજલ, મયુર અને જયેશે તેને રોક્‍યો હતો. આ પછી  સુજલ પરમારે તેને ‘તારૂ જે કામ હતું, તને કેટલા દિવસથી ગોતીએ છીએ' તેમ કહી વાહનની  ચાવી કાઢી લીધી હતી. બાદ આ ત્રણેયે ગાળો બોલી ઢીકાપાટુ મારી, લાતો મારીને રોડ પર પાડી દીધો હતો. તે નીચે પડ્‍યા પછી પણ આરોપીઓ માર મારતા રહ્યા હતા. દરમિયાન, જયેશ ઉર્ફે જયુ ચાવડા સુજલ ઉપર બેસી જઈ, ગાળો બોલી તને આજે મારી નાખવો છે તેમ કહી ધમકી આપી હતી.

ત્‍યારબાદ અન્‍ય બે આરોપીઓ મોહિત ઉર્ફે કાળુ પરમાર અને મિત ઉર્ફે મિતુ પરમાર પણ ત્‍યાં આવી ગયા હતા અને પાંચેયે ભેગા મળીને યુવકને માર માર્યો હતો. વધુ મારથી બચવા સુજલ પોતાનું એક્‍સેસ ત્‍યાં મૂકીને ભાગી ગયેલ અને થોડે દૂર જઈને પોતાના પિતાને ફોન કર્યો હતો. સુજલ થોડ દૂર ઉભો હતા ત્‍યારે પાંચેય જણાએ તેના એક્‍સેસ વાહન પર છૂટા પથ્‍થરોના ઘા ઝીંકીને આશરે રૂ. ૨૫,૦૦૦નું નુકસાન કર્યું હતું. સાથે વધુ એક વખત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન સુજલના પિતા ઘટનાસ્‍થળે પહોંચતા પાંચેય શખ્‍સસો ભાગી ગયા હતાંં. ઝઘડાની જાણ ૧૧૨માં ફોન થવાથી પોલીસ પણ ઘટનાસ્‍થળે આવી પહોંચી હતી. સુજલના નાક અને મોઢામાંથી લોહી નીકળતું હોવાથી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા  સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

સારવાર બાદ રજા અપાતાં તે ઘરે ગયો હતો. બનાવની વાત તેણે નાના સોમાભાઇ વાઘેલાને કરી હતી. બાદ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. થોરાળા પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં હેડકોન્‍સ. નિલેષભાઇ ડામોરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:27 PM IST)