<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં સામેલ ગોૈતમ ઉર્ફે કાનો પાસામાં ધકેલાયો

તાલુકા પોલીસે વોરંટની બજવણી કરી જૂનાગઢ જેલ હવાલે કર્યો

રાજકોટ, તા.૧: શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં ઘરફોડ અને વાહન ચોરીના ચાર ગુનામાં સામેલ શખ્‍સને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ શહેરના જુદા-જુદા વિસ્‍તારોમાં બાંધકામની સાઇડ પરથી માલસામનની ચોરી તેમજ વાહન ચોરીના ગુનામાં સામેલ ગોૈતમ ઉર્ફે કાનો કેશુભાઇ મકવાણા (ઉ.વ.૨૧) (રહે.  પોરબંદરના રાણાખીરસરા, નો વતની હાલ કાલાવડરોડ સરિતા વિહાર પાસે આવાસના કવાર્ટરમાં) ને પાસામાં ધકેલવા માટે પીસીબી પોલીસ મથકના ઇન્‍ચાર્જ પી.આઇ.એમ.આર. ગોંડલીયા એ.એસ.આઇ. રાજુભાઇ દહેકવાલ, હેડકોન્‍સ ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયા સહિતે દરખાસ્‍ત કરતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વોરંટ ઇશ્‍યુ કરતા તાલુકા પોલીસ મથકના ઇન્‍ચાર્જ પી.આઇ.એમ.જે.હુંણ સહિતના સ્‍ટાફે ગોૈતમ ઉર્ફે કાના મકવાણાના પાસા હેઠળ અટકાયત કરી જૂનાગઢ જેલમાં ધકેલી દીધો હતો. આ કામગીરી પીઅસઆઇ. બી.આર.ભરવાડ, એ. એસ. આઇ. દિપકભાઇ રાઠોડ, હેડકોન્‍સ અક્ષયભાઇ, અજયભાઇ, કોન્‍સ કાનજીભાઇ , મુકેશભાઇ, કુલદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(2:30 PM IST)