<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

બેભાન હાલતમાં વિનોદભાઇ, નટુભાઇ અને હરદેવસિંહના મૃત્‍યુ

ત્રણેયએ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડતાં ભગવતીપરા, વિનાયકનગર, શાપરના પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૧: ભગવતીપરા અયોધ્‍યા સોસાયટી-૩માં રહેતાં વિનોદભાઇ મનજીભાઇ ધરણીયા (ઉ.વ.૪૨) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

વિનોદભાઇ બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં. તે છુટક મજૂરી કરતાં હતાં. કેટલાક સમયથી તેની દવા સારવાર ચાલુ હતાં. તેમને હૃદયની બિમારી હોવાનું નીદાન થયું હતું. રાતે એકાએક બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાની શક્‍યતા પરિવારજનોએ જણાવી હતી.

બીજા બનાવમાં મવડી વિનાયકનગર-૪માં રહેતાં નટુભાઇ રામજીભાઇ રંગપરા (ઉ.વ.૪૫) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં દાખલ કરાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થયું હતું. તે ચાર ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે હીરા ઘસવાની મજૂરી કરતાં હતાં. પગમાં ગેંગરીન થયા બાદ બિમાર રહેતાં હોવાનું સગાએ કહ્યું હતુ.

ત્રીજા બનાવમાં શાપર વેરાવળમાં શાંતિધામ ખાતે રહેતાં હરદેવસિંહ કિરીટસિંહ ઝાલા (ઉ.વ.૭૦)ને બિમારી સબબ સિવિલ હોસ્‍પિટલમાં ૨૫/૧૧ના દાખલ કરાયા હતાં. તેમનું સારવારમાં મૃત્‍યુ થયું છે. વાલીવારસ હાજર ન હોઇ તબિબે પોલીસ કેસ જાહેર કર્યો હતો. ત્રણેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, રવિભાઇ, પ્રતાપભાઇ સહિતે બી-ડિવીઝન, માલવીયાનગર પોલીસ અને શાપર પોલીસને જાણ કરી હતી. જે તે પોલીસ સ્‍ટેશના દ્વારા જરૂરી કાર્યવાહી કરી મૃતદેહના પોસ્‍ટમોર્ટમ કરાવાયા હતાં.

(4:12 PM IST)