તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 1st December 2025
પી.જી.વી.સી.એલ.ના જુનિયર ઇજનેર અને કર્મચારી ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ અંગે આરોપીને સજા
અસીલને જુદા-જુદા બે ગુના અંગે છ માસની સજા અને દંડ ફટકાર્યો

રાજકોટ, તા. ૧ : પી.જી.વી.સી.એલ.ના જુનીયર ઇજનેર અને તેના સાથી કર્મચારી ઉપર હુમલો કરવાના તથા ફરજ રૂકાવટના ગુન્હામાં ઉમરાળીના ઘનશ્યામભાઇ લાભુભાઇ જલુને છ માસની સજા તથા દંડ ફટકારતી અદાલત ફરીયાદી તથા ઇજા પામનારને દસ દસ હજારનું વળતર અપાવતો હુકમ કરેલ હતો.
આ કેસની હકીકત એવી છે કે, સરધાર સબ ડીવીઝનમા઼ ફરજ બજાવતા જુનીયર ઇજનેર શ્રી ગોરવ વિરસંગભાઇ સોલંકી અને તેના સાથી કર્મચારી શ્રી અમરશીભાઇ રામજીભાઇ ગોહિલ ઉપર ઉમરાળીના શ્રી ઘનશ્યાભભાઇ લાભુભાઇ જલુ એ હુમલો કરેલ હતો અને ફરજમાં રૂકાવટ કરેલ હતી.
ગત તા. ર૬-૦૪-ર૦રર નો રોજ હોડથલી ગામમાં માતાજીનો માંડવો હોય જેથી સરપંચશ્રીએ લખેલ અરજી તથા ઉપરી અધિકારી શ્રી કલોલાએ આપેલ સૂચનાને અનુસંધાને જુ.ઇ. શ્રી ગૌરવભાઇ સોલંકીએ ઉમરાળી ગામનો ૩ ફેઝ પાવર ચેન્જ કરતા આરોપી ઘનશ્યામભાઇએ જલુ એ ફરિયાદીને એવું કહેલું કે અમારો પાવર બંધ કેમ કર્યા અને પોતાની બોલેરો જીપમાંથી ધારીયુ લઇ ફરિયાદીને મારવા દોડેલા અને જાનથી મારી નાંખવાની ધમકી આપેલ તથા અન્ય કર્મચારીએ આર. ગોહેલને ઝાપટ મારી ફરજમાં રૂકાવટ કરેલ હતી.
આ કામના આરોપીએ ફરિયાદી તથા તેના સાથી કર્મચારી સરધાર સબડિવિઝને ફરજ બજાવતા હતા અને ત્યારે આરોપીએ ફોન કરેલો અને કહેલું કે પાવર કેમ નથી. સવારથી ૩ ફેઈઝનો પાવર બંધ કરેલો હતો. તે સાંજના ચાલુ થઇ જશે તેવું જણાવેલ તો ફોનમાં અભદ્ર ભાષામાં બોલવા લાગેલ અને આવું છું ત્યાં જ રહેજે, તેવું કહી ફોન કાપી નાંખેલ.
થોડીકવાર પછી આરોપી તેની બોલેરો જીપ લઇ ઓફિસે આવેલા અને ઉગ્ર થઇને જેમ ફાવે તેમ પાવર બાબતે ગાળો આપવા લાગેલા અને ઓફિસની બહાર નીકળ તેવું કહી બોલેરો જીપમાંથી ધારીયુ લઇને મારવા દોડેલા અને ગોહેલ ભાઇ વચ્ચે પડતા આરોપી ઘનશ્યામભાઇએ ઝાપટ મારી દીધેલી. ત્યાં સિકયુરીટી સ્ટાફને આવી જતા ધમકી આપીને ભાગી ગયેલ. તે સમયે જે કર્યા બનાવ બનેલ તેનુ ફોનમાં રેકોડીંગ કરેલુ હતુ.
આ કામમાં કુલ ૧૧ સાહેદો તપાસેલ તથા મોબાઇલ રેકોડીંગને પેન ડ્રાઇવમાં લઇને નામદાર અદાલતમાં રજુ કરેલ હતુ. જે તમામ હકીકત ધ્યાને લઇ અદાલતે પેનડ્રાઇવની અંદર સંગ્રહ કરેલ તમામ વિડિયો તથા હકીકત જોયેલ અને પોતાના ચુકાદામાં જણાવેલ કે આરોપી સરધાર પી.જી.વી.સી.એલ.ની ઓફિસે આવેલ તે સાબીત થાય છે તથા નામદાર સર્વોચ્ચ અદાલત તથા વિવિધ હાઇકોર્ટ ઇલેકટ્રોનિક પુરાવા સબંધે આપેલ ચુકાદાને ધ્યાને લઇને પુરાવો માન્ય રાખેલ હતો. તેમજ એવી ફરીયાદ પક્ષે રજુઆત કરેલ કે જાહેર કર્મચારી ઉપર ફરજમાં રૂકાવટના ગુન્હાઓ વધતા જાય છે. તેમજ ઇલેકટ્રોનીક પુરાવામાં તમામ હકીકતો રેકર્ડ ઉપર આવેલ છે. તેવા સંજોગોમાં આરોપીને સજા કરવી જરૂરી હોય સજા કરેલી અને સજા બાબતે આરોપીને સાંભળી ફરજની રૂકાવટના ગુન્હામાં તથા અભદ્ર ભાષા (ગાળો દેવાના) ગુન્હામાં છ માસની સજા તથા એક હજારનો દંડ એમ બન્ને ગુન્હાની અલગ અલગ સજા ફરમાવેલી અને ફરીયાદપક્ષે વધુમાં જણાવેલ કે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટના ગુન્હાનું પ્રમાણ સમાજમાં દિવસે દિવસે વધતુ જાય છે. તેવા સંજોગોમાં સમાજમાં દાખલો બેસાડવા આરોપીને વધુમાં વધુ સજા કરવી જોઇએ. તેમ ઠરાવીને ન્યાયમૂર્તિ શ્રી કે. આર. ગાંગાણીએ ઉપર મુજબની સજા ફરમાવી હતી. આ કામમાં સરકારશ્રીએ એ.પી.પી.આર.એન. ગોંસાઇ તથા જી.ઇ.બી વતી એડવોકેટ જીતેન્દ્ર મગદાણી રોકાયા હતા.
(4:11 PM IST)










