<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

જેતપુરમાં રૂા.૧૧.૭૬ લાખનો દારૂ મોકલનાર બુટલેગર યુસુફ હિંગોરા રાજકોટમાંથી પકડાયો

ક્રાઇમબ્રાંચના એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા અને કોન્‍સ તુલશીભાઇ ચુડાસમાની બાતમી

રાજકોટ, તા.૧: જેતપુર તાલુકા પોલીસે કબ્‍જે કરેલા રૂા. ૧૧.૭૬ લાખનો વિદેશી દારૂના ગુનામાં વિદેશી દારૂ મોકલનાર રાજકોટના શખ્‍સને ક્રાઇમબ્રાંચની ટીમે જામનગર રોડ પર નવા દોઢસોફૂટ ચોકડી પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ની સૂચનાથી ક્રાઇમબ્રાંચના પી.આઇ.એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. એમ.કે. મોવલીયા સ્‍ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્‍યારે જેતપુર પોલીસ મથકમાં કબ્‍જે થયેલા રૂા. ૧૧.૭૬ લાખના વિદેશી દારૂના ગુનામાં ફરાર શખ્‍સ રાજકોટમાં હોવાની એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, તથા કોન્‍સ તુલશીભાઇ ચુડાસમાને બાતમી મળતા ફરાર બુટલેગર યુસુફ હસનભાઇ હીંગોરા (ઉ.વ.૩૫) (રહે. સાધુવાસવાણી રોડ પર વાડીવાળા કવાર્ટર  બ્‍લોક નં. ૨કવાર્ટર નં. ૧૪)ને પકડી લીધો હતો તેની પુછપરછમાં દારૂના જથ્‍થા સાથે જેતપુર પોલીસે પકડેલા શખ્‍સોને યુસુફે દારૂ મોકલ્‍યો હોવાનું જાણવા મળ્‍યુ હતું. આ કામગીરી પી.એસ.આઇ. એમ.કે.મોવલીયા, એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, અશોક કલાલ , સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, હેડ  કોન્‍સ. સુભાષભાઇ ધોધારી , પ્રતિકસિંહ રાઠોડ, કોન્‍સ. તુલશીભાઇ ચુડાસમા, રામશીભાઇ  કળોતરા દ્વારા કરવામાં આવી હતી.

 

 

(3:24 PM IST)