<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

પોલીસ હોકી ટુર્નામેન્‍ટનું રાજકોટમાં ધમાકેદાર આયોજન : દેશભરની ૩૨ ટીમો ભાગ લેશે

ગુજરાતમાં સૌ પ્રથમ ઓલ ઇન્‍ડીયા હોકી ટુર્નામેન્‍ટનું આયોજન કરવાનો શ્રેય પોલીસ કમિશ્રર બ્રજેશ ઝા અને એડીશ્નલ પોલીસ કમિશ્નર મહેન્‍દ્ર બગડીયાના શિરે : રેસકોર્ષના મેજર ધ્‍યાનચંદ હોકી સ્‍ટેડીયમ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્‍ડ ઉપર તા. ૪ ડિસેમ્‍બરથી ૧૪ ડિસેમ્‍બર વચ્‍ચે જામશે જંગ : આંતરરાષ્‍ટ્રીય ખેલાડીઓની રમત નિહાળવાનો રાજકોટના રમતપ્રેમીઓ માટે મોકો

રાજકોટ, તા., ૧: દેશની સૌથી પ્રતિષ્ઠિત સ્‍પોર્ટસ ઇવેન્‍ટસમાંની એક ગણાતી ઓલ ઇન્‍ડિયા પોલીસ હોકી ચેમ્‍પિયનશિપનું ૭૪મું સંસ્‍કરણ આવતી  ૪ ડિસેમ્‍બરથી ૧૪ ડિસેમ્‍બર ૨૦૨૫ દરમિયાન ગુજરાતમાં સૌ પ્રથમ  રાજકોટ શહેરમાં આયોજન થવા જઇ રહયું છે.

રાષ્‍ટ્રીય સ્‍તરની હોકી ચેમ્‍પિયનશિપમાં ભારતભરના વિવિધ રાજ્‍ય પોલીસ દળો, કેન્‍દ્ર સરકારની અર્ધલશ્‍કરી દળો અને અન્‍ય સુરક્ષા એજન્‍સીઓની કુલ ૩૨ ટીમો ભાગ લેશે, જેમાં ૨૪ પુરુષ ટીમો અને ૦૮ મહિલા ટીમો સમાવેશ થાય છે. ભારતની સુરક્ષા વ્‍યવસ્‍થામાં મહત્‍વનું યોગદાન આપતા દળોના ખેલાડીઓ માટે આ ટૂર્નામેન્‍ટ તેમની પ્રતિભા દર્શાવવા મહત્‍વનું માધ્‍યમ બને છે.

ગુજરાતમાં સૌ પ્રથમ આંતરરાષ્‍ટ્રીય કક્ષાની આ ટુર્નામેન્‍ટ યોજવાનો શ્રેય ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય, રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા અને એડીશ્નલ પોલીસ કમિશ્નર મહેન્‍દ્ર બગડીયાના શિરે રહેશે.

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ  ખાતેના મેજર ધ્‍યાનચંદ હોકી સ્‍ટેડિયમ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના આધુનિક સુવિધાઓ સાથેના મેદાનો ઉપર ૩ર ટીમો વચ્‍ચે ટક્કર થશે.

આ બંને મેદાનોમાં ખેલાડીઓને વર્લ્‍ડ-ક્‍લાસ સુવિધાઓ અને તાલીમ માટેની જરૂરી વ્‍યવસ્‍થાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. ખેલાડીઓ માટે વિશેષ આરામગળહો, ટ્રેનિંગ ઝોન અને મેડિકલ સુવિધાઓ પણ સુનિヘતિ કરવામાં આવી છે.

૪ ડિસેમ્‍બર, ૨૦૨૫ ના રોજ ઉદઘાટન સમારંભમાં મુખ્‍ય અતિથિ તરીકે ગુજરાત રાજ્‍યના પોલીસ વડા  શ્રી વિકાસ સહાય અને  વરિષ્ઠ અધિકારીઓ તેમજ સમગ્ર દેશના ખેલાડીઓ હાજર રહેશે. આ હોકી ચેમ્‍પિયનશીપનું રિહર્સલ ૦૩ ડિસેમ્‍બર, ૨૦૨૫ ના રોજ યોજાશે. ૧૪ ડિસેમ્‍બર, ૨૦૨૫ ના રોજ સમાપન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં વિજેતા અને રનર-અપ ટીમોને ટ્રોફી તથા પુરસ્‍કારો આપવામાં આવશે. સમારંભમાં સાંસ્‍કળતિક કાર્યક્રમો તથા ગુજરાતની પરંપરાનો આદર્શ દર્શાવતી ઇવેન્‍ટો પણ યોજાશે જેમાં અતિથી વિશેષ તરીકે ગુજરાતમાં ડેપ્‍યુટી સી.એમ. હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્‍થિતી રહેશે. હોકી ચેમ્‍પિયનશીપનો ઉદઘાટન સમારંભ, સમાપન સમારંભ તથા ડી.જી.પી. શ્રી ડિનરનું આયોજન પોલીસ હેડ ક્‍વાર્ટર ગ્રાઉન્‍ડ રાજકોટ શહેર ખાતે કરવામાં આવેલ છે.

આ સમગ્ર આયોજનનો મુખ્‍ય હેતુ ભારતના સુરક્ષા દળોમાં શારીરિક તંદુરસ્‍તી, ટીમ વર્ક, અનુશાસન, રમત-ગમત સંસ્‍કળતિને વધુ મજબૂત બનાવવાનો છે.

ભારતના વિવિધ પોલીસ તથા અર્ધલશ્‍કરી દળોની એકતા અને રમતગમત પ્રત્‍યેની લાગણી વધે તે પણ આ ઇવેન્‍ટનો એક મહત્‍વપૂર્ણ પાસું છે. આવા ટૂર્નામેન્‍ટથી ખેલાડીઓને રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે રમતગમતની તક મળે અને સુરક્ષા દળોની પ્રતિભાને યોગ્‍ય ઓળખ મળે છે.

રાજકોટ શહેર માટે આ ચેમ્‍પિયનશિપનું યજમાન બનવું એ ગૌરવની બાબત ે છે.

 સ્‍થાનિક રમતપ્રેમીઓ અને હોકી ચાહકો આ ચેમ્‍પિયનશિપ માટે ઉત્‍સુક છે અને મોટી સંખ્‍યામાં દર્શકોની હાજરીની શકયતા છે.

આ હોકી ચેમ્‍પિયનશીપમાં ભારતના ૧૮ રાજ્‍યોની પોલીસ અને અલગ અલગ પેરા મિલેટ્રી ફોર્સના પુરૂષની ૨૪ ટીમ અને મહિલાની આઠ ટીમોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે. 

ટુર્નામેન્‍ટમાં ભાગ લેનારી ટીમોના મેચોની સંભવિત તારીખ

ક્રમ     ટીમનું નામ    સંભવિત તારીખ

૧      પંજાબ પોલીસ         ૦૧/૧૨/૨૦૨૫      

૨      પશ્ચિમ બંગાળ પોલીસ               ૦૧/૧૨/૨૦૨૫

૩      એસ.એસ.બી. ફોર્સ             ૦૧/૧૨/૨૦૨૫

૪      એસ.એસ.બી. મહિલા ફોર્સ     ૦૧/૧૨/૨૦૨૫

૫      ઝારખંડ પોલીસ               ૦૧/૧૨/૨૦૨૫

૬      મહારાષ્‍ટ્ર પોલીસ              ૦૧/૧૨/૨૦૨૫

૭      મહારાષ્‍ટ્ર મહિલા પોલીસ      ૦૧/૧૨/૨૦૨૫

૮      ત્રિપુરા પોલીસ         ૦૧/૧૨/૨૦૨૫

૯      મધ્‍યપ્રદેશ પોલીસ             ૦ર/૧૨/૨૦૨૫

૧૦     આઇ.ટી.બી.ટી. ફોર્સ            ૦ર/૧૨/૨૦૨૫

૧૧     કર્ણાટક પોલીસ                ૦ર/૧૨/૨૦૨૫

૧૨     છતીસગઢ પોલીસ             ૦ર/૧૨/૨૦૨૫

૧૩     સી.આર.પી.એફ. ફોર્સ          ૦ર/૧૨/૨૦૨૫

૧૪     સી.આર.પી.એફ. મહિલા ફોર્સ  ૦ર/૧૨/૨૦૨૫

૧૫     સી.આઇ.એસ.એફ. ફોર્સ        ૦ર/૧૨/૨૦૨૫

૧૬     જમ્‍મુ કશ્‍મીર પોલીસ          ૦ર/૧૨/૨૦૨૫

૧૭     ચંદીગઢ પોલીસ               ૦ર/૧૨/૨૦૨૫

૧૮     મણીપુર પોલીસ               ૦૩/૧૨/૨૦૨૫

૧૯     રાજસ્‍થાન પોલીસ             ૦૩/૧૨/૨૦૨૫

૨૦     ગુજરાત પોલીસ               હોમ ટાઉન ટીમ

ર૧     ગુજરાત મહિલા પોલીસ      

પોલીસ કમિશ્રર

બ્રજેશ ઝા

એડીશ્નલ પોલીસ કમિશ્રર

મહેન્‍દ્ર બગડીયા

 

(3:46 PM IST)