તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
રાજકોટ શહેર જિલ્લાની ૧૫૦૦ થી વધુ શાળાના એક લાખથી વધુ છાત્રોએ પોતાની શાળામાં રેડ રિબન નિર્માણ કરી
વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે એઇડ્સ કલબ દ્વારા માનવ સાંકળ, રેલી, રેડ રિબનના કાર્યક્રમો યોજાયા

રાજકોટ : ૧ લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્સની સામેના ગ્રાઉન્ડમાં વિશાળ માનવ સાંકળ રચવામાં આવી હતી. ત્યારબાદ રેલી સ્વરૂપે ૩૦૦ થી વધુ છાત્રો જોડાયા હતા, રેસકોર્સના આસપાસના વાતાવરણમાં જન જાગૃતિનું મેઘ ધનુષ્ય રચાયું હતું.
આ કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશન રાજકોટ, લોક વિજ્ઞાન કેન્દ્ર, હોમિયોપેથી મેડીકલ કોલેજ એસ આઇ કોલેજ સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ માનવ સાંકળ સાથે એઇડ્સ નિયંત્રણના સંકલ્પ લીધા હતા. ભાવિ તબીબો માટેનો સેમીનાર અને ૫૦૦૦ લાલ ફુગ્ગાની રેડ રિબન આકાશમાં તરતી મૂકી ને એઇડ્સને ટાટા કહેવાયું હતું.
રાજકોટ શહેર જિલ્લાની ૧૫૦૦ થી વધુ શાળામાં છાત્રો દ્વારા વિશાળ રેડ રિબન બનાવવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં આવી હતી. આ પ્રોજેક્ટમાં અંદાજે દોઢ લાખથી વધુ છાત્રો એઇડ્સ જનજાગૃતિમાં સામેલ થયા હતા.
કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન અરુણદવે, સેક્રેટરી વિશાલ કમાણી સાથે આઇ એમ એ રાજકટના ચેરમેન ડોક્ટર જયેશ ડોબરીયા, સેક્રેટરી ડોક્ટર કૃપાલ પુજારા, ડોક્ટર રશ્મિભાઇ ઉપાધ્યાય, ડોક્ટર હિતાર્થ મહેતા. ડોક્ટર મૃગાંક મેઘાણી તથા એસ આઇ કોલેજના ડોક્ટર ચંદન કરકરે, વિજ્ઞાન કેન્દ્રના ડોક્ટર આર. જે ભાયાણી સહિતના હાજર રહ્યા હતા. તમામ જન જાગૃતિ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સહયોગ મળ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે. કાલે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે ભાવી શિક્ષકો માટે સેમિનાર અને પંચશીલ સ્કૂલ ખાતે કેન્ડલ લાઇટ રેડ રિબનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.
(4:01 PM IST)










