<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

મુંજકા-ખોખડદળના પાર્ટી પ્‍લોટમાં લગ્ન પ્રસંગમાં હૃદય બેસી જતાં પ્રોફેસર અને યુવાનના મૃત્‍યુ

નાના મવા અજમેરા શાષાીનગરના માવાભાઇ રાઠોડ મુંજકા ખાતે અને કોઠારીયાના જેનીશભાઇ ભુત ખોખડદડ ખાતે પ્રસંગમાં હતાં ત્‍યારે બનાવઃ પરિવારોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨: હૃદય રોગના હુમલાના વધુ બે બનાવમાં બે લોકોના મૃત્‍યુ થયા છે. આ બંને વ્‍યક્‍તિ લગ્નપ્રસંગમાં હાજર હતાં ત્‍યારે બનાવ બન્‍યા હતાં. નાના મવા રોડ અજમેરા શાષાીનગરમાં રહેતાં અને કોલેજમાં નોકરી કરતાં પ્રોફેસર મુંજકા ખાતે પાર્ટી પ્‍લોટમાં સગાના લગ્નમાં હતાં ત્‍યારે હૃદય ધબકારા ચુકી જતાં મોત થયું હતું. જ્‍યારે બીજા બનાવમાં કોઠારીયાના યુવાન ખોખડદળ ગામે પાર્ટીપ્‍લોટમાં લગ્નમાં હતાં ત્‍યારે હાર્ટએટેકનો જીવલેણ હુમલો આવ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ નાના મવા અજમેરા શાષાીનગરમાં રહેતાં માવાભાઇ રાણાભાઇ રાઠોડ (ઉ.વ.૫૯) ગત સાંજે મુંજકા ખાતે વિશ્વ પાર્ટી પ્‍લોટમાં મામાના દિકરાની દિકરીનો લગ્નપ્રસંગ હોઇ તેમાં હાજરી આપવા સપરિવાર ગયા હતાં. આ વખતે અચાનક જ બેભાન થઇ પડી જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્‍યાં તેમનું મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ મારફત જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. ગિરીરરાજસિંહ ઝાલા, રાઇટર કિર્તેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

મૃત્‍યુ પામનાર માવાભાઇ રાઠોડ મહિલા કોલેજ પાસેની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં હતાં. તેમના ધર્મપત્‍નિ પણ પ્રોફેસર છે. તેમનો એક દિકરો એસબીઆઇ બેંકમાં નોકરી કરે છે. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જ્‍યારે અન્‍ય આવા બનાવમાં કોઠારીયામાં રહેતાં જેનીશભાઇ રમેશભાઇ ભુત (ઉ.વ.૩૫) નામના યુવાન રાતે ખોખડદળ ગામે વૃજવિહાર પાર્ટી પ્‍લોટ ખાતે લગ્નપ્રસંગમાં હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. આ બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હરપાલભાઇ સોલંકી અને રજનીભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૯)

(2:53 PM IST)