News of Tuesday, 2nd December 2025
આઇસર ટ્રકે ઠોકર મારતા બાઇક વીજ પોલ સાથે ભટકાયું : વિશાલનું મોત
ઉપલેટાના ખારચીયા ચોકડી પાસે બનાવ

રાજકોટ, તા., રઃ ઉપલેટાના ખારચીયા ચોકડી પાસે આઇસર ટ્રકે બાઇકને ઠોકર મારતા બાઇક વીજ પોલ સાથે ભટકાતા યુવાનનું મોત નિપજયું હતું.
ઉપલેટાના ખારચીયા શહીદ ગામમાં રહેતો વિશાલ મકવાણા નામનો યુવાન ગત તા. ર૯ ના રોજ પોતાનું બાઇક લઇને જતો હતો. ત્યારે ખારચીયા ચોકડી પાસે આવેલી મુરલીધર હોટલ પાસે વળાંકમાં પુરઝડપે આવતા આઇસર ટ્રકના ચાલકે બાઇકને ઉલાળતા બાઇક સાથે યુવાન ફંગોળાઇને વીજપોલ સાથે અથડાતા યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નિપજયું હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ભાયાવદર પોલીસે સ્થળ પર પહોંચી મૃતકના કાકા ગોવિંદભાઇ રત્નાભાઇ મકવાણા (રહે. ખારચીયા શહીદ ગામ)ની ફરીયાદ પરથી આઇસરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી એ.એસ.આઇ વી.આર.વાણવીએ તપાસ હાથ ધરી છે.
(11:49 AM IST)










