<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

દિવ્‍યાંગો માટે કામગીરીમાં રાજકોટ જીલ્લો સમગ્ર રાજયમાં ફસ્‍ટ નંબરેઃ કલેકટર તંત્રને એવોર્ડઃ ઓમ પ્રકાશ દિલ્‍હીમાં

જીલ્લામાં કુલ ર૭ મેગા કેમ્‍પો થયાઃ ૨૪૫૦ દિવ્‍યાંગોને ૩ાા કરોડના સાધન-સહાય અપાયા

રાજકોટ, તા. રઃ દિવ્‍યાંગો માટેની શ્રેષ્ઠ કામગીરી અને તેમના સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડવાની બાબતમાં રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્‍યો છે. આ ઉત્‍કળષ્ટ સિદ્ધિ બદલ કેન્‍દ્ર સરકાર દ્વારા રાજકોટ જિલ્લાનું રાષ્‍ટ્રીય કક્ષાએ સન્‍માન કરવામાં આવશે.  એવોર્ડ સ્‍વીકારવા માટે રાજકોટ જિલ્લા કલેક્‍ટર દિલ્‍હી ખાતે પહોંચી ચૂકયા છે.

વહીવટી તંત્ર દ્વારા મળતી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લામાં દિવ્‍યાંગોને ઘરઆંગણે સુવિધા મળી રહે અને તેઓ આત્‍મનિર્ભર બને તે હેતુથી જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત જિલ્લામાં કુલ ૨૭ જેટલા મેગા કેમ્‍પો યોજવામાં આવ્‍યા હતા.આ કેમ્‍પોમાં ૨૪૫૪ દિવ્‍યાંગોએ ભાગ લીધો હતો. તંત્ર દ્વારા કુલ રૂ. ૩.૫૦ કરોડના સાધનો અને સહાયનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં દિવ્‍યાંગોને જરૂરિયાત મુજબના ૪૩૧૪ વિવિધ સાધનો પૂરા પાડવામાં આવ્‍યા હતા.

યોજનાકીય લાભોની આંકડાકીય વિગતઃ આ કેમ્‍પો માત્ર સાધન વિતરણ પૂરતા સીમિત ન રહેતા, દિવ્‍યાંગોને અન્‍ય સરકારી લાભો પણ સ્‍થળ પર જ આપવામાં આવ્‍યા હતા UDID કાર્ડઃ ૧૭૧૧ લાભાર્થીઓ, આભા કાર્ડ (ABHA Card): ૩૦૨ લાભાર્થીઓ, PMJAY (આયુષ્‍માન) કાર્ડઃ ૨૬૬ લાભાર્થીઓ,અન્‍ય વિવિધ યોજનાઓઃ ૭૪૨ લાભાર્થીઓ,૨૭ દિવ્‍યાંગ સહાય કેમ્‍પો,૩.૫૦ કરોડની કુલ સાધન સહાય, ૪૩૧૪ સાધનોનું વિતરણ,૧૭૧૧ દિવ્‍યાંગોને UDID કાર્ડ ઇશ્‍યુ કરાયા હતા.

આમ, વહીવટી તંત્રની સતર્કતા અને સેવાભાવી અભિગમને કારણે હજારો દિવ્‍યાંગોના જીવનમાં નવો પ્રકાશ પથરાયો છે. આ શ્રેષ્ઠ કામગીરીની નોંધ કેન્‍દ્ર સરકારે લીધી છે અને દિલ્‍હી ખાતે યોજાનાર ભવ્‍ય સમારોહમાં રાજકોટ કલેક્‍ટરને એવોર્ડ એનાયત કરી સન્‍માનિત કરવામાં આવશે

(3:24 PM IST)