<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

કોંગ્રેસની શહેર શક્‍તિ સુપર શી ટીમ દ્વારા શાળા કોલેજો બહાર નશા વિરોધી અભિયાન

રાજકોટ,તા.૦૨: સમગ્ર ગુજરાતની અંદર યુવાનો જાગૃત થાય અને નશા વિરોધી અભિયાનમાં જોડાય એ હેતુથી ગુજરાત પ્રદેશ શક્‍તિ સુપર શી દ્વારા સમગ્ર ગુજરાતમાં જાહેર સ્‍થળોએ જાગૃતતા લાવવા માટે અભિયાન ચલાવવામાં આવશે, એના ભાગરૂપે આજ રોજ શહેર શક્‍તિ સુપર શી દ્વારા રાજકોટમાં લોર્ડ્‍સ હોટલની સામે સદ્‌ગુરુ મહિલા કોલેજ અને ચૌધરી હાઈસ્‍કૂલની પાસે એન્‍ટી ડ્રગ્‍સ સ્‍ટ્રીકી નોટ કેમ્‍પેઈન ચલાવવામાં આવ્‍યું છે. આ અભિયાન દ્વારા ખાસ કરીને ગુજરાતની મહિલાઓ જાગૃત થાય, અને યુવા ધન બરબાદ ના થાય એ હેતુથી કેમ્‍પેઈન ચલાવવામાં આવશે. સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ડ્રગ્‍સ, દારૂ, અફીણ ચરસ વગેરે જેવી નશા યુક્‍ત પદાર્થોને અવારનવાર પોલીસ પકડે છે અને છતા તેની અવગણના કરવામાં આવે છે. ખાસ કરીને ડ્રગ્‍સ પકડાયું હોય એમાં પણ વ્‍યક્‍તિને સજા થઈ નથી એ ગંભીર બાબત છે. આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં શક્‍તિ સુપર શી ના માધ્‍યમથી અવેરનેસ અભિયાન ચલાવવામાં આવશે જેમાં રેલી અવેરનેસના પ્રોગ્રામો અલગ અલગ સ્‍થળે જાગૃતતા અભિયાન, સહી ઝુંબેશ જેવા કાર્યક્રમો કરી યુવાનોમાં જાગૃતતા લાવવામાં આવશે અને સરકારશ્રીને પણ રજૂઆત કરવામાં આવશે. જ્‍યાં ડ્રગ્‍સ સપ્‍લાય થતું હોય, જ્‍યાં દારૂ વેચાતો હોય એની જો માહિતી કોંગ્રેસ કાર્યાલય પર પત્ર દ્વારા, ફોનના માધ્‍યમથી કે કોઈપણ અન્‍ય માધ્‍યમથી જાણ કરવા અપીલ કરાઈ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર શક્‍તિ સુપર શી ના ચેરપર્સજ વૈશાલી શીંદે, પ્રમુખ હિરલબેન રાઠોડ, પ્રદેશ મહામંત્રી લીનાબેન સોલંકી, શક્‍તિ સુપર શી ના ઉપપ્રમુખ રચનાબેન જોશી. રાજકોટ શહેર શક્‍તિ સુપર શી ના મહામંત્રી ધર્મિષ્‍ઠાબા જાડેજા, વિજયાબા જાડેજા, શોભનાબેન જોશી રાજકોટ શહેર શક્‍તિ સુપર શી મંત્રી સંજના ગોહેલ, શીતલબેન કાજલબેન, દીપુબેન રવિયા તેમજ શક્‍તિ સુપર શી ના હોદ્‌ેદારો ઉપસ્‍થિત રહ્યા હતા

 

(2:44 PM IST)