<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

રવિવારે બ્રહ્મદેવ સમાજ દ્વારા મહાસંમેલન

રાજકીય સમાજકીય અવગણના મુદ્દે અવાજ ઉઠાવાશે : ગૌ હત્‍યા તેમજ કર્મકાંડીઓ અને તીર્થ પુરોહીતોના પ્રશ્‍નો આવરી લેવાશે

રાજકોટ તા. ૨ : ગુજરાત બ્રહ્મદેવ સમાજ દ્વારા આગામી તા. ૭ ના રવિવારે રાજકોટ ખાતે બ્રહ્મસમાજનું મહાસંમેલન યોજવામાં આવેલ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા બ્રહ્મદેવ સમાજના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે વર્તમાન સમયમાં બ્રહ્મસમાજની રાજકીય સામાજીક અવગણના અને કર્મકાંડી બ્રાહ્મણ પરિવારોને તેમજ દેવ સ્‍થાન ટ્રસ્‍ટોમાં તીર્થ પુરોહીતોને વારંવાર પડતી મુશ્‍કેલીઓ બાબતે અવાજ ઉઠાવવામાં આવશે.

આ મહાસંમેલન કોઇ રાજકીય પક્ષના સમર્થનમાં કે વિરોધમાં નહીં પરંતુ બ્રહ્મસમાજની એક અલગ તાકાત ઉભી કરવા યોજવામાં આવી રહ્યુ છે. બ્રહ્મસમાજનું પ્રતિનિધિત્‍વ વધે એવો હેતુ આ સમંમેલન પાછળનો છે.

સમાજ સંગઠીત થઇ શૈક્ષણિક, રાજકીય, સામાજીક રીતે મજબુત બને અને સનાતન સંસ્‍કૃતિની પરંપરાને આગળ  વધારે તેવો આશય આ સંમેનલનો છે.  હિન્‍દુ દેવી દેવતાઓ ઉપર થતી અભદ્ર ટીપ્‍પણીઓ અને ગૌ હત્‍યા બંધ કરાવવા સહીતના મુદ્‌ે સરકારને મજબુત સંદેશ આ સંમેલનના માધ્‍યમથી અપાશે.

તા.૭ ના રવિવારે સાંજે ૪ થી ૭ અટલ સરોવર, ન્‍યુ રેસકોર્ષ, અટલ પાર્ટી પ્‍લોટ ખાતે યોજાનાર આ મહાસંમેલનમાં મોટી સંખ્‍યામાં બ્રહ્મસમાજને ઉમટી પડવા બ્રહ્મદેવ સમાજ ગુજરાતના રાષ્‍ટ્રીય મહાસચિવ મિલનભાઇ શુકલ (મો.૯૭૨૪૨ ૦૦૦૦૧) દ્વારા અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા બ્રહ્મદેવ સમાજ ગુજરાતના સર્વશ્રી વિપુલભાઇ જાની (મો.૯૦૯૯૯ ૪૬૯૧૧), મનોજભાઇ રાજગોર, ચંદુભાઇ પુરોહીત, ગોરધનભાઇ બામટા, જીજ્ઞેશભાઇ ત્રિવેદી, ગૌરીશંકરભાઇ તેરૈયા, ધર્મેન્‍દ્રભાઇ દવે, જાગૃતિબેન જોષી, બંસીબેન રાજગોર, પલ્લવીબેન જોષી, માધવીબેન ભટ્ટ, હંસાબેન ભટ્ટ, જયોતીબેન પંડયા, દીવ્‍યાબેન દવે નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(2:44 PM IST)