<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

રાજકોટ બન્‍યું રેડ રિબન નગર

 

  ૧લી ડિસેમ્‍બર વિશ્વ એઈડ્‍સ દિવસ નિમિત્તે છેલ્લા ૩૮ વર્ષથી સક્રિય કામગીરી કરતી એઇડ્‍સ પ્રિવેન્‍શન ક્‍લબ દ્વારા શાળા કોલેજ અને સમાજમાં વિવિધ જનજાગળતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એક લાખથી વધુ છાત્રો અને નગરજનોને જોડવામાં આવ્‍યા હતા . ગઈકાલે રેસકોર્સ રીંગરોડ પ્રોજેક્‍ટ લાઈફ સેન્‍ટરથી ૫૦૦ લાલ કલરના ફુગ્‍ગાની વિશાળ લાલ રેડ રિબન હવામાં તરતી મૂકીને ૅએન્‍ડ એઈડ્‍સ ૨૦૩૦ૅ ના વૈશ્વિક સંકલ્‍પના ભાગરૂપે એઇડ્‍સને ટાટા.. બાય .. બાય કહેવામાં આવ્‍યું હતું. રેડ રીબીન લાઈફના મિતલ કોટિચા શાહ અને ચેરમેન અરુણ દવેના વરદ હસ્‍તે ઉડાડવામાં આવી હતી. આજે સવારે જી.શેઠ વિદ્યાલય કાલાવડ રોડ ખાતે ૫૦૦ વિદ્યાર્થીઓની વિશાળ રેડ રિબન  બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં  આચાર્યશ્રી ડો. ભાવેશભાઈ દવે, સતીશ તેરૈયા, કવિતાબેન ઠાકર, સંજયભાઈ રાઠોડ સહિત સ્‍ટાફના માર્ગદર્શન હેઠળ છાત્રોને એચ.આઇ.વી. એઈડ્‍સ વિષયક માહિતી પણ આપવામાં આવી હતી .જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે ભાવિ શિક્ષકો માટે ભવ્‍ય સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ૧૦૦ ભાવિ શિક્ષકો જોડાયા હતા. શહેરની પંચશીલ સ્‍કૂલ ખાતે ૫૦૦ કેન્‍ડલ લાઈટની ઝગમગતી રેડ રીબન બનાવીને છાત્રોએ એઈડ્‍સ જનજાગળતિ પ્રસરાવી હતી. જેમાં શાળાના સંચાલક ડી.કે. વાડોદરિયાનો સહયોગ મળ્‍યો હતો. આવતીકાલે કોટડા સાંગાણી ખાતે સરકારી કોલેજમાં સેમિનાર યોજવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમમાં ચેરમેન અરુણ દવે સેક્રેટરી વિશાલ કમાણી સહિતની ર્વકિંગ કમિટીએ સુંદર જહેમત ઉઠાવીને વૈશ્વિક સ્‍તરના જન જાગળતિ કાર્યક્રમના ભાગરૂપે રાજકોટ શહેર અને જિલ્લામાં જનજાગળતિનું મેઘ ધનુષ્‍ય રચ્‍યું હતું. સંસ્‍થા દ્વારા ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી શાળા કોલેજોમાં સેમિનાર પ્રદર્શન રેલી સહિતના ૧૦૦ થી વધુ કાર્યક્રમ યોજવામાં આવશે શાળા કોલેજે આવા કાર્યક્રમ યોજવા માટે સંસ્‍થાની હેલ્‍પલાઇન નંબર ૯૮૨૫૦૭૮૦૦૦ ઉપર સંપર્ક કરવા ચેરમેન અરુણ દવે એ જણાવ્‍યું છે.

(3:20 PM IST)