તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 2nd December 2025
રાજકોટ શહેર-જીલ્લામાં જમીન-મકાનની ખરીદીમાં તેજીનો આખલો ભાગ્યોઃ નવે.માં ૧૦૦૦ દસ્તાવેજ વધ્યા
સરકારને ૬૩ કરોડ ૬૭ લાખની આવકઃ સૌથી વધુ મોરબી રોડ પર ૧પ૪૬ દસ્તાવેજ

રાજકોટ, તા. રઃ રાજકોટ શહેર-જીલ્લામાં ગત નવેમ્બર મહિનામાં ઓકટોબરની સરખામણીએ જમીન-મકાન-પ્લોટ-ફલેટના ખરીદ-વેચાણમાં તેજીનો આખલો ફરી ધુણ્યાનું આજે સબ રજીસ્ટ્રાર કચેરીના અધીકારી સુત્રોએ ઉમેર્યુ હતું.
તેમણે જણાવેલ કે ઓકટોબર-રપ ની સરખામણીએ નવેમ્બર-ર૦રપ માં ૧૦૦૦ જેટલા દસ્તાવેજો વધ્યા છે, સરકારનો ટોટલ ફીની ૯ કરોડ ૧ર લાખ અને ઉપયોગમાં લેવાયેલ સ્ટેમ્પ ડયુટીની પ૪ કરોડ પપ લાખ મળી કુલ ૬૩ કરોડ ૬૭ લાખથી વધુની આવક થયાનું નોંધનીય છે.
રાજકોટ શહેર જીલ્લાના કુલ ૧૮ ઝોનમાં સૌથી વધુ મોરબી રોડ ક્ષેત્રમાં ૧પ૪૬ તો સૌથી ઓછા વીછીંયા ક્ષેત્રમાં-પ૭ દસ્તાવેજો નોંધાયા છે.
અન્ય ઝોનની વિગતો જોઇએ તો રૈયા-૮પ૯, રાજકોટ-૧- ૮૧૩, ગોંડલ-૧૧૪૦, લોધીકા-૮૦૮, કોટડા-૪૩૭, રાજકોટ-પ-મવા ક્ષેત્રમાં-૬૮૬, મવડી-૧૧૩૪, પડધરી-ર૩ર, જામકંડોરણા-૬૮, કોઠારીયા-૭૫૩, જસદણ-૪૮૪, ધોરાજી-રપ૪, ઉપલેટા-૪૦૬, જેતપુર-૬૩૬, રતનપર-૮૧૨, રાજકોટ-રૂરલ-૭૨૩ દસ્તાવેજો નોંધાયા હતા, શહેર-જીલ્લામાં ૧૦૮૪૮ દસ્તાવેજો થયા છે.(
(3:38 PM IST)










