<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

આજે રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસઃ રાજકોટમાં હવા ઝેરી બની છે તંત્ર ઊંઘમાં કે અંધારામાં

રાજકોટ મહાનગરપાલિકામાં પ્રદૂષણને નિયંત્રણ કરવા માટેની ગ્રાન્‍ટ વણ વપરાયેલી પડી રહે છેઃ ડો.રાજદીપસિંહ જાડેજા, હિતેશ વોરા

રાજકોટ શહેરઃ કોંગ્રેસ પ્રમુખ ડો રાજદીપસિંહજી જાડેજા અને જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા ની સંયુક્‍ત યાદી જણાવે છે કે આજે ૨ ડિસેમ્‍બર નેશનલ પોલ્‍યુશન કંટ્રોલ ડે છે. તારીખ ૨/૧૨/૧૯૮૪ ના રોજ ભોપાલ ગેસ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બે હજાર લોકો મૃત્‍યુ પામ્‍યા હતા અને આજે ૩૬ વર્ષો એ ઘટનાને થયા છે અને આ ઘટનામાં છ લાખથી વધુ લોકોને વિપરીત અસર થઈ હતી. ભોપાલ ગેસમાં ઝેરી ગેસ મીથાઇલ આઇસોનિક ફાઈનેક લીકેજ થતા હવામાં પ્રસરિત થવાથી મોટામાં મોટી આ દુર્ઘટના સર્જાય હતી ઔદ્યોગિક આપત્તિઓનું નિયંત્રણ માટે આ દિવસ રાષ્ટ્રભરમાં આજે ઉજવાઈ રહ્યો છે ત્‍યારે રાષ્ટ્રના દરેક નાગરિકો પ્રદૂષણ ન ફેલાવે અને તંત્ર પણ નક્કર પગલાં લે એવી અપેક્ષા રાખીએ છીએ. ડિસેમ્‍બર મહિનામાં વધતા ધુમાડા, ધુમ્‍મસ, ઔદ્યોગિક કચરા, વાહન વ્‍યવહારના ધુમાડા અને હવામાનમાં થતા ફેરફારોને કારણે પ્રદૂષણ નો અભાવ વધુ સ્‍પષ્ટ જોવા મળે છે. આવા સમયમાં હવા અને જમીનને સ્‍વચ્‍છ રાખવા માટે સામૂહિક જવાબદારી નિભાવવા ની આવશ્‍યકતા છે પર્યાવરણ સુરક્ષા માત્ર એક અભિયાન નથી તે જીવનની ગુણવત્તા સાથે સીધો જોડાયેલો મુદ્દો છે સ્‍વચ્‍છ હવા પ્રત્‍યેક શ્વાસ ને સુરક્ષિત રાખે છે. શુદ્ધ પાણી સ્‍વાસ્‍થ્‍યનો આધાર બને છે. હરિયાળો પર્યાવરણ આવનારી પેઢીઓને સુરક્ષા આપે છે. આ દિવસે આપણે અવાજ ઉઠાવીએ કે પ્રદૂષણ ઘટાડવું એ દરેક નાગરિકનું કર્તવ્‍ય છે. ઓછું પ્રદૂષણ એટલે સારો આરોગ્‍ય સારો વિકાસ અને સારો ભવિષ્‍ય પ્રદૂષણ નિયંત્રણ માટે જાગૃત બનીને સ્‍વચ્‍છ અને સુરક્ષિત પર્યાવરણ તરફ આગળ વધવાની જરૂર છે. આજે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર બન્‍યું છે. શહેર મેગા સીટીની હરણફાળ તરફ આગળ ધપી રહ્યું છે દિન પ્રતિદિન રાજકોટનું વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે અને રાજકોટમાં રાજકોટ મહાનગરપાલિકા અને  ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નક્કર કામગીરીના અભાવે આજે રાજકોટમાં હવા ઝેરી બની છે.

 હવાની શુદ્ધતા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેને પગલે આજે શહેરમાં રોગચાળો વકર્યો છે અને રાજકોટ મહાનગરપાલિકાના આંકડા પરથી હવા ઝેરી બની છે તે સોરઠીયાવાડી, રૈયા ચોકડી, ત્રિકોણબાગ સહિતના આંકડામાં ૩૦૦ થી વધુ એ કયુ આઇ નોંધાયા છે ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકા જણાવે છે કે રાજકોટમાં પ્રદૂષણને વાહનોના પગલે થયું છે પરંતુ ખરેખર રાજકોટમાં ગ્રીનરી નો અભાવ છે જિલ્‍લામાં બિનખેતી જમીનો કરી ઔદ્યોગિક એકમો બનાવવામાં આવતા હોવાના પગલે જમીન અને હવા પ્રદુષિત બની છે. રાજકોટમાં જે ગ્રીનરી જોઈએ તેની ટકાવારી પૂરતા પ્રમાણમાં નથી અને ત્રિકોણબાગ, જયુબેલી રોડ વિસ્‍તારોમાં છે ઘટાદાર વૃક્ષો હતા તે ખુદ વિકાસના નામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોથ વાળી દેવામાં આવ્‍યો છે. વૃક્ષારોપણ અંગે હોય નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી રાજકોટ મહાનગરપાલિકા પાપે

(3:53 PM IST)