<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

ઘી-માવો-શિખંડ-મોદક-પનીર સહિત ૭ નમુના નાપાસઃ ૩ લાખનો દંડ

નિર્મલા રોડ ખાતે ૨૧ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગઃ બે ને લાઇસન્‍સ અંગે સૂચનાઃ મનપાની ફૂડ શાખાની કાર્યવાહી

રાજકોટ, તા. ર :   મનપાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાધ્‍યપદાર્થના ૦૭ નમૂના ફેઇલ (સબસ્‍ટાન્‍ડર્ડ) જાહેર થતાં એજ્‍યુડિકેટિંગ ઓફિસરશ્રી અને નિવાસી અધિક કલેટરશ્રી સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂા.૩,૦૦,૦૦૦/-  દંડના હુકમ કરવામાં આવેલ છે.

  ફૂડ વિભાગ દ્વારા શ્રી સિયારામ વિજય પટેલ આઇસ્‍ક્રીમ એન્‍ડ ડેરી ફાર્મૅ, બોલબાલા માર્ગ, ગાયત્રીનગર-૪/૧૦, વાણિયાવાડી પાસે, રાજકોટ મુકામેથી ગાયનું શુધ્‍ધ ઘી (લુઝ)ૅ નો નમુનો લેવામાં આવેલ. જે રીએનાલિસિસ રિપોર્ટમાં -આયોડિન વેલ્‍યૂ, સેપોનીફિકેશન વેલ્‍યૂ, ગ્‍ય્‍ રીડિંગ, રિચર્ટ વેલ્‍યૂ નિયત ધારાધોરણ મુજબની ન હોય તેમજ "Unidentified yellow oil soluble synthetic Colour" તથા ૅફોરેન ફેટૅ ની હાજરી મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક શ્રી આંબાલાલ ગિરધરભાઈ સાકરીયાને રૂ. ૧,૮૦,૦૦૦/-  નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

 ફૂડ વિભાગ દ્વારા શ્રધ્‍ધા ગુલાબ જાંબુ, સાંઇકળપા, શિવ હોટલ પાસે, બરફના કારખાના પાસે, મહાદેવવાડી મેઇન રોડ, રાજકોટ મુકામેથી મોળો માવો (લુઝ) નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્‍થકરણ રિપોર્ટમાં આયોડિન વેલ્‍યૂ, સેપોનીફિકેશન વેલ્‍યૂ, રીડિંગ, રિચર્ટ વેલ્‍યૂ નિયત ધારાધોરણ મુજબની ન હોય તેમજ વેજીટેબલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક શ્રી રૂપેશભાઈ દિનેશભાઇ પરમારને રૂ. ૫૦,૦૦૦/- નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

  ફૂડ વિભાગ દ્વારા શ્રી ખોડિયાર ડેરી ફાર્મૅ, ગામ-મવડી, પટેલ શેરી , રીયલ પ્રાઇમ બિલ્‍ડીંગ પાછળ રાજકોટ મુકામેથી કેસર શિખંડ (લુઝ) નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્‍થકરણ રિપોર્ટમાં સિન્‍થેટીક ફૂડ કલરની હાજરી તથા કેસરની ગેરહાજરી મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર-પેઢીના સંચાલક શ્રી સોનું લખતસિંગ યાદવ અને પેઢીના માલિક શ્રી વિજયભાઈ મગનભાઇ ઘાડિયાને કુલ મળીને કુલ રૂ. ૨૦,૦૦૦/- નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

 ફૂડ વિભાગ દ્વારા નીલેશ ડેરી ફાર્મૅ, નવા થોરાળા શેરી નં.૪/૬ કોર્નર, રામનગર સોસાયટી, રાજકોટ મુકામેથી ૅચોકલેટ મોદક (મીઠાઇ-લુઝ) નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્‍થકરણ રિપોર્ટમાં સિન્‍થેટીક ફૂડ કલર (ટાટ્રાઝીન) ની માત્રા નિયત ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર-પેઢીના સંચાલક શ્રી પ્રદીપભાઇ મનસુખભાઇ સોજીત્રા અને પેઢીના માલિક શ્રી મનસુખભાઇ મોહનલાલ સોજીત્રાને કુલ મળીને રૂ. ૨૦,૦૦૦/- નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

 ફૂડ વિભાગ દ્વારા વિશાલ ચાઇનીઝ પંજાબીૅ, મિલન કોમ્‍પ્‍લેક્ષ, શોપ નં. D-૫, ૧-ભારતીનગર કોર્નર, ૮૦લાખના બંગલા રોડ, રાજકોટ મુકામેથી પનીર (લુઝ) નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્‍થકરણ રિપોર્ટમાં "Reichert Meissl Value" ધારા ધોરણ કરતાં ઓછી હોવાથી તેમજ ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલૅ ની હાજરી મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર- પેઢીના માલિક શ્રી ગોપાલ દલબહાદુર થાપાને રૂ. ૧૦,૦૦૦/- નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

 ફૂડ વિભાગ દ્વારા સન સીટી હેવનૅ વીંગ-સી ૧૦૧, ઓમકારેશ્વર મંદિર પાસે, રૈયાધાર, રાજકોટ મુકામેથી શુદ્ધ ઘી (લુઝ) નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્‍થકરણ રિપોર્ટમાં -આયોડિન વેલ્‍યૂ, સેપોનીફિકેશન વેલ્‍યૂ, રીડિંગ, રિચર્ટ વેલ્‍યૂ નિયત ધારાધોરણ મુજબની ન હોય તેમજ ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલૅ ની હાજરી મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર- ધંધાના માલિક શ્રી કેવલભાઈ જયેશભાઇ ખખ્‍ખરને રૂ. ૧૦,૦૦૦/- નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

ફૂડ વિભાગ દ્વારા હરેરામ હરેકળષ્‍ણ ડેરી ફાર્મ, મનહર સોસાયટી-૧ કોર્નર, પેડક રોડ, રાજકોટ મુકામેથી શુધ્‍ધ ઘી (લુઝ) નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્‍થકરણ રિપોર્ટમાં સેપોનીફિકેશન વેલ્‍યૂ, રીડિંગ, રિચર્ટ વેલ્‍યૂ નિયત ધારાધોરણ મુજબની ન હોય તેમજ ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર-પેઢીના માલિક શ્રી મનસુખભાઇ ભવાનભાઈ ગોંડલિયાને રૂ. ૧૦,૦૦૦/- નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના નિર્મલા કોન્‍વેન્‍ટ રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૨ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૨૧ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં શિવશક્‍તિ ઘૂઘરા તથા , જય ભવાની છોલે કુલ્‍ચા- લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. 

(3:57 PM IST)