News of Tuesday, 2nd December 2025
નવા થોરાળામાં શ્રી લાલગેબી અમરજયોત મૂળગુરૂગાદી ખાતે શુક્રવારે નવનિર્મિત મંદીરનો ઉદઘાટન મહોત્સવ
સવારે યજ્ઞ પ્રારંભઃ બપોરે શોભાયાત્રા બાદ પ્રાણ પ્રતિષ્ઠા રાત્રે ગુરૂગ્રામ સંતવાણી

રાજકોટ તા.૨: જપ તપ જતનનો ભંડાર અખંડ જયોતી સ્વરૂપ સતચિદાનંદ સતગુરૂ શ્રી લાલાબાપાની કૃપા તેમજ જૂનાગઢ પ્રેરણાધામ લાલગેબી આશ્રમના ગાદીપતી પૂ. સંતશ્રી લાલજી મહારાજની દયાથી રાજકોટ નવા થોરાળા સ્થિત શ્રી લાલગેબી અમર જયોત સતગુરૂ સાહેબ દરબાર પ્રથમ મૂળ ગાદીએ આવેલ છે. આ નવનિર્માણ મંદિર ઉદઘાટન મહોત્સવ શ્રી ચૈત્ન્ય સ્વરૂપ સદગુરૂ શ્રી લાલબાપા સંત મોહનબાપાની મુકિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૫ના શુક્રવારના યોજેલ છે.
શ્રી લાલગેબી અમરજયોત સદગરૂ સાહેબ દરબાર મૂળ ગુરૂગાદી થોરાળા મંદિર તેમજ કોટવાળ સંત શ્રી મોહનબાપા સમાધિ મંદિર શ્રી લાલકૃપા નવા થોરાળા, કસ્તુરબાવાસ, વાલ્મીકી નગર શેરી નં ૫, રામાપીર મંદિરની સામે રાજકોટ ખાતે તા.૫ના શુક્રવારે આયોજીત આ ધાર્મિક અવસરોની રૂપરેખા જોઇએ તો યજ્ઞ પ્રારંભ સવારે ૭:૩૦ કલાક ેથશે. બીડુ બપોરે ૧૨:૩૦ કલાકે સંત શ્રી લાલાજીમહારાજના હસ્તે હોમવામાં આવશે.
મૂર્તિની શોભાયાત્રા અને પ્રાણપ્રતિષ્ઠા બપોરે ૧૧:૩૦ વાગ્યે તેમજ અલખનકળંકધણી શ્રી રામદેવજી મહારાજમાં પાઠની જયોતનું પ્રાગટય રાત્રે ૮ કલાકે સંત શ્રી લાલજી મહારાજના હસ્તે થશે. ભોજન પ્રસાદ બપોરે ૧૨:૩૦ કલાકે તથા રાત્રે ૮:૩૦ કલાકે તેમજ ગુરૂગમ સંતવાણી રાત્રે ૧૦ વાગે યોજાશે. જેમાં નામી-અનામી ભજનીક કલાકારો ભાગ લેશે.
અહિં ઉલ્લેખનીય છે કે કોટવાર સંતશ્રી મોહનબાપાએ સમાધિ લીધા પછી તેમના મોટા દિકરા શ્રી નટવર ભગત બારૈયાને કોટવારનું પૂજય સંત શ્રી હસુબાપુ ગુરૂ શ્રી લાલુબાપુએ આપેલ. શ્રી અશોકભાઇ ડાયાભાઇ બારૈયાને પંડિતનું તિલક પૂજય સંત શ્રી હસુબાપુએ આપેલ.
નવનિર્માણ મંદિર ઉદઘાટન મહોત્સવને લઇને શ્રી ભરત બાપુ ગુરૂશ્રી લાલાબાપા નવા થોરાળા સંતોના નામરૂપ રામબાપા ગુરૂશ્રી લાલબાપા, છગનબાપા, (કોટળાપીઠા) જૂના ખજાનચી દેવજીબાપા નટવરભગત ઇશ્વરભગત, ચંદ્રિકાબેન ગુરૂશ્રી હસુબાપુ લાલધામ-સાવરકુંડલા, કથાકાર ચંદુબાપુ, કોટવાળા શ્રી ઇશ્વરભાઇ પંડીત, અશોકભાઇ દેવજીભાઇ કોટળાપીઠાનો સમગ્ર થોરાળા લાલપરિવારે આનંદ વ્યકત કર્યો છે.
તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા ભરતભાઇ બારૈયા (મો.૬૩૫૫૯ ૫૬૦૪૪), ચમનભાઇ બારૈયા, અશોકભાઇ બારૈયા, રાજુભાઇ વાઘેલા, અતુલભાઇ ઝાલા, જગદિશભાઇ પરમાર નજરે પડે છે. (તસ્વીર અભિજીત બગથરીયા)
(3:58 PM IST)










