તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
રાજકોટ, તા. સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ પાસે કોપરવાયર ચોરીના ૧૩ ગુનામાં સામેલ વિજય ઉર્ફે ભગો પકડાયો
ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા અને દિપકભાઇ ચૌહાણથી બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ, તા. ૩ : સરધાર ગામ પાસે વાડી વિસ્તારમાં ઇલેકટ્રીક ટ્રાનસફોર્મરોમાંથી કોપર તથા એલ્યુમિનીયમના વાયરોની ચોરીના ગુનામાં ફરાર શખ્સને ક્રાઇમ બ્રાંચને પકડી લીધો હતો. મળતી વિગત મુજબ સરધાર ગામ પાસે વાડી વિસ્તારમાં વીજ પોલમાં ટ્રાન્સફોર્મરોમાંથી કોપર તથા એલ્યુમીનીયમના વાયરોની ચોરી અંગેની ફરીયાદ આજીડેમ પોલીસમાં નોંધાઇ હતી. આ ગુનામાં આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રીજેશકુમાર ઝા, એડીશનલ પોલીસ કમીશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા તથા એસીપી બી.બી. બસીયાની સુચનાથી ક્રાઇમબ્રાંચના પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.ડી. ડોડીયા સહિતના સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્યારે હેડકોન્સ. રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા અને દિપકભાઇ ચૌહાણને બાતમી મળતા કોપરવાયર ચોરીના ગુનામાં સામેલ વિજય ઉર્ફે ભગો વાલજીભાઇ વાઘેલા (ઉ.વ.ર૮) (રહે. મુળ ભાવનગર રોડ ખોડીયારનગર હાલ હોસ્પિટલ ચોક બ્રીજ નીચે) ને પકડી લીધો હતો. પોલીસની તપાસમાં આરોપી રાજકોટ, ભાવનગર, ધોળકા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ, શાપર-વેરાવળ સહિતના ગામ નજીક વાડી વિસ્તારમાં વીજ પોલમાંથી ટ્રાન્સફોર્મરમાંથી કોપર અને એલ્યુનિીયમના વાયર ચોરીના ૧૩ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરી પીએસઆઇ વી.ડી.ડોડીયા, એ.એસ.આઇ. અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા, હેડ કોન્સ. દિલીપભાઇ બોરીયા, દિપકભાઇ ચૌહાણ, સંજયભાઇ રૂપાપર, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, કોન્સ. વિશાલભાઇ દવે દ્વારા કરવામાં આવી હતી. (૯.ર૦)
(2:11 PM IST)










