તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
રૂડા દ્વારા કણકોટ વિસ્તારમાં પાણી પ્રશ્ન નિવારવા નવી લાઇનના કામનો પ્રારંભ
રૂડા દ્વારા કણકોટ સોસાયટી વિસ્તારમાં પાણી સમસ્યા હલ કરવા નવી પાઇપ લાઇન બીછાવવાના કામનો પ્રારંભ થયેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટઃ જિલ્લા પંચાયત સાથે સંકળાયેલા ભાજપના અગ્રણી રાજાભાઈ ચાવડા અને રાજકોટ તાલુકા પંચાયત સભ્ય પ્રતિનિધિ વિક્રમભાઈ હુંબલ દ્વારા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ ના અધિકારીને રજૂઆત કરતાં કણકોટ વિસ્તારમાં પાણીની સુવિધા માટે રૂડાએ મહત્વનો નિર્ણય કરતા પોઈન્ટથી ૩૯૯૫ મીટરની નવી લાઈન નંખાશે રૂડા દ્વારા હદ વિસ્તારમાં આવતા કણકોટ સોસાયટી એરીયામાં પ્રાથમિક સુવિધાઓ વધારવાની દિશામાં વધુ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ વિસ્તારના રહીશોને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે રૂડા દ્વારા નવી વોટર સપ્લાય લાઈન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પાણીનોસ્ત્રોતઃ આ નવી લાઈનનું જોડાણ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ ના ટેપીંગ પોઈન્ટ સાથે કરવામાં આવશે, જેથી પૂરતા ફોર્સથી પાણી ઉપલબ્ધ થઈ શકે.
આ ખાત મુર્હત પ્રસંગે રાજકોટ રાજાભાઈ ચાવડા અને રાજકોટ તાલુકા પંચાયત સભ્ય પ્રતિનિધિ વિક્રમભાઈ હુંબલ, હસુભાઈ વાદ્યેલા, કિરીટભાઈ ચાંડપા, ઉકાભાઈ ચૌહાણ, ભરતભાઈ વરણ, હરીભાઈ રાઠોડ, કિશોરભાઈ સોલંકી, બાબુભાઇ બોખાણી, જીતુભાઈ દાફડા, જેંતિભાઇ ચૌહાણ, ગાંડુંભાઈ સુવારીયા, આસુરામ મારવાડી, હરિભાઇ ગમારા, હસુભાઈ વેકરીયા તથા આજુ બાજુ વિસ્તારના રહેવાશીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:07 PM IST)










