તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
પેંડાગેંગને હથીયાર સપ્લાયર કરનાર મુખ્ય સપ્લાયર રાજુ ઉર્ફ રાજેસસિંગને એસઓજીએ એમપીની દબોચ્યો
ઝડપાયેલો શખ્સ આમ તો ખેત મજૂરી કરે છે પણ સોૈરાષ્ટ્રભરમાં હથીયાર સપ્લાયના ૧૨ ગુનામાં સામેલ છે પીઆઇ સંજયસિંહ જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, હરદેવસિંહ, યોગેન્દ્રસિંહ, અનોપસિંહની કાર્યવાહી

રાજકોટ તા. ૩: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી ખંડણી, મારામારી અને ફાયરિંગના બનાવોથી ચર્ચામાં રહેલી કુખ્યાત ‘પેંડાગેંગ'ને હથિયાર સપ્લાય કરનાર મુખ્ય આરોપીને શહેર એસઓજીની ટીમે મધ્યપ્રદેશથી ઝડપી લીધો છે. આ શખ્સ આમ તો ખેતી મજુરીનું કામ કરે છે. પરંતુ સોૈરાષ્ટ્રભરમાં તેના વિરૂધ્ધ ગેરકાયદે હથીયાર સપ્લાય કરવાના ૧૨ ગુના નોંધાઇ ચુક્યા છે. પેંડાગેંગને પણ તેણે હથીયાર આપ્યું હોઇ તેને એમપીથી રાજકોટ ઉઠાવી લાવી ધરપકડ કરી વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છ.ે
એસઓજીની ટીમે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ઈસુરી ગામનો રહેવાસી રાજેશસિંગ ઉર્ફે રાજુ ગંગાસિંગ રાજાવત (ઉ.વ.૩૨) નામના ખેત મજૂરને પકડયો છે. આ શખ્સ રાજકોટની પેંડાગેંગના સાગરીતોને હથિયાર પહોંચાડવાનું નેટવર્ક ચલાવતો હતો. પોલીસ તપાસમાં ખુલ્યીા મુજબ રાજેશસિંગ ઉર્ફે રાજુ વ્યવસાયે ખેત મજૂર હોવા છતાં તેનું નેટવર્ક મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની બોર્ડર નજીક આવેલા તેના વતનથી ગુજરાત સુધી ફેલાયેલું હતું. રાજુ વિરૂધ્ધ૨૦૧૮ થી ૨૦૨૫ દરમિયાન ગુજરાતમાં જ આર્મ્સ એક્ટ હેઠળ કુલ ૧૨ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાઓ રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં નોંધાયા છે. જે દર્શાવે છે કે તે લાંબા સમયથી સૌરાષ્ટ્રમાં ગેરકાયદે હથિયારોનો સપ્લાય કરતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ રાજેશસિંગે તાજેતરમાં ચર્ચામાં આવેલા પેંડાગેંગના બે મુખ્ય સાગરીતો, મેટિયો ઝાલા અને મોન્ટુ રોજાસરાને ગેરકાયદે હથિયાર સપ્લાય કર્યા હતા. વધુમાં એવી પણ માહિતી છે કે પેંડા ગેંગના સાગરીતો ઓગસ્ટ માસમાં હથિયાર લઈને આવ્યા હતા. રાજુની ધરપકડથી આ ગેંગને હથિયાર મળવાના મૂળ સુધી પહોંચવામાં પોલીસને મદદ મળશે.
શહેરમાં પેંડાગેંગ અને મુરગાગેંગ વચ્ચેની ગેંગવોરની ઘટનાઓ તાજેતરમાં ખુબ ચર્ચામાં રહી છે. મંગળા રોડ પર હોસ્પિટલ બહાર થયેલા અંધાધૂંધ ફાયરિંગ બાદ પોલીસે આ બંને ગેંગ સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. ગુજસીટોક હેઠળ પણ આ બંને ગેગ સામે ગુના દાખલ કરાયા છે. પેંડા ગેંગના સભ્યો સામે છેલ્લા ૧૦ વર્ષમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ધાકધમકી, ફાયરિંગ અને ગેરકાયદેસર હથિયાર વેચાણ સહિતના ૭૧થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. આ બંને ગેંગ મુખ્યત્વે રાજકોટ અને સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં આતંક મચાવવા અને ગેરકાયદે પ્રવળત્તિઓ માટે જાણીતી છે. પોલીસે હવે ગેંગના સભ્યો સામે ગુજસીટોક હેઠળ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ સાથે કડક પગલાં લીધા છે, જેનાથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
રાજેશસિંગ ઉર્ફ રાજુએ પેંડાગેંગને હથીયાર આપ્યાનું ખુલતાં તેને ઉઠાવી લેવાયો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, હરદેવસિંહ, યોગેન્દ્રસિંહ, અનોપસિંહની ટીમે મધ્યપ્રદેશથી રાજુ ઉર્ફ રાજેશસિંગને ઝડપી લીધો છે. તેની વધુ પુછતાછ થઇ રહી છે.
(2:59 PM IST)










