હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોણો લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે શિલ્પન બંગલોઝનો ભોૈમિક પારેખ પકડાયો
ક્રિસ્ટલ મોલ પાછળ ઘનશ્યામનગર રોડ પર કાર્યવાહી એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કાર્યવાહીઃ જુનાગઢના કલ્પેશ ઉર્ફ લાલાનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૩: શહરેમાં દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા કાર્યરત એલસીબી ઝોન-૨ ટીમે ક્રિસ્ટલ મોલ પાછળ ઘનશ્યામનગર મેઇન રોડ પર શીલ્પન બંગલોઝના ગેઇટ નજીક દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને પકડી લીધો છે. જુનાગઢથી આ શખ્સ દારૂ ભરીને લાવ્યો હતો. પરંતુ અહિ વેંચે એ પહેલા પકડાઇ ગયો હતો. દારૂ ભરી આપનાર જુનાગઢના શખ્સની શોધખોળ થઇ રહી છે.
જાણવા મળ્યા મુજબ એલસીબી ઝોન-૨ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતાં ઘનશ્યામનગર રોડ પર જીજે૦૩જેસી-૮૯૯૦ નંબરની એસેન્ટ કાર આંતરી લેવાઇ હતી. કારમાં તપાસ કરતાં અંદરથી દારૂની રોયલ સ્ટેગની રૂા. ૭૮૦૦૦ની ૬૦ બોટલો મળી આવતાં તે તથા ૨૫ હજારનો મોબાઇલ અને ૩ લાખની કાર કબ્જે કરી કાર ચાલક ભોૈમિક યોગેશભાઇ પારેખ (ઉ.વ.૩૭-રહે. શીલ્પન બંગલોઝ નં. ૮, ક્રિસ્ટલ મોલ પાછળ)ની ધરપકડ કરી હતી.
ઝડપાયેલો શખ્સ છુટક વેપાર કરે છે. તેણે પોલીસની પ્રાથમિક પુછતાછમાં કબુલ્યું હતું કે તે આ દારૂ જુનાગઢના કલ્પેશ ઉર્ફ લાલો નામના શખ્સ પાસેથી વેંચવા માટે લાવ્યો હતો. આ શખ્સની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ. કુલદીપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી.










