<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

નેગોશીએબલ એકના ગુનામાં સજાના વોરંટમાં ફરાર ડાયા વાઘેલા પકડાયો

ગાંધીગ્રામ પોલીસના પીએસઆઈ એમવીજાડેજા તથા ટીમે દબોચ્‍યો

રાજકોટ, તા.૪: નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં નાસતા ફરતા શખ્‍સને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધો હતો. મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા શખ્‍સોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી.જાડેજા સ્‍ટાફ સાથે આરોપીની શોધમાં હતા. ત્‍યારે હેડ કોન્‍સ સહદેવસિંહ જાડેજા અને રવીભાઈ ગઢવીને બાતમી મળતા ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયેલા નેગોશીએબલ વાઘેલા(ઉ.વ.૪૫)  (રહે.ઈન્‍દીરા નગર શેરીનં.૭, રૈયાધાર) ને પકડી લઈ કોર્ટ હવાલે કર્યો હતો. આ કામગીરી પીએસઆઈ એમ.વી.જાડેજા, વી.ડી.રાવલીયા, હેડ કોન્‍સ. સહદેવસિંહ જાડેજા, રવીભાઈ ગઢવી, ભવદીપસિંહ ગોહીલ, કોન્‍સ. મુકેશભાઈ સબાડ, રધુવીરસિંહ જાડેજા, ભરતભાઈ મકવાણા, જયદેવસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

(3:13 PM IST)