<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

ત્‍યક્‍તા કાજલબેનને છોકરાની તકરારમાં સગા ભાઇ જય, ભાભી જ્‍યોતિએ ઢીકા-લાફા માર્યા

નાણાવટી ચોક નંદનવન પાસે આરએમસી ક્‍વાર્ટરમાં બબાલ ભાઇએ ધમકી દીધી-હવે પછી તારી ભાભીનું નામ લઇ શ તો જાનથી મારી નાંખીશ!

રાજકોટ, તા.૪: નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં નાસતા ફરતા શખ્‍સને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધો હતો. મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા શખ્‍સોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી.જાડેજા સ્‍ટાફ સાથે આરોપીની શોધમાં હતા. ત્‍યારે હેડ કોન્‍સ સહદેવસિંહ જાડેજા અને રવીભાઈ ગઢવીને બાતમી મળતા ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયેલા નેગોશીએબલ વાઘેલા(ઉ.વ.૪૫)  (રહે.ઈન્‍દીરા નગર શેરીનં.૭, રૈયાધાર) ને પકડી લઈ કોર્ટ હવાલે કર્યો હતો. આ કામગીરી પીએસઆઈ એમ.વી.જાડેજા, વી.ડી.રાવલીયા, હેડ કોન્‍સ. સહદેવસિંહ જાડેજા, રવીભાઈ ગઢવી, ભવદીપસિંહ ગોહીલ, કોન્‍સ. મુકેશભાઈ સબાડ, રધુવીરસિંહ જાડેજા, ભરતભાઈ મકવાણા, જયદેવસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

(3:15 PM IST)