તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
પંચાયતોના પ્રમુખોનું રોટેશન ચૂંટણી ટાણે જાહેર થશે : રાજકોટમાં બક્ષીપંચની પ્રબળ શકયતા
રાજકોટ જિલ્લા પંચાયતમાં હવે પછીના અઢી વર્ષ પુરૂષ પ્રમુખ બનશે : આદિજાતિ અનામત આવે તો કંડોરણામાં જે જીતે તે પ્રમુખ

રાજકોટ, તા. ૪ : રાજય સરકારે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની સંખ્યા નકકી કર્યા બાદ રાજય ચૂંટણી પંચ દ્વારા બેઠકોમાં જ્ઞાતિગત રોટેશન જાહેર કરવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતનું ૩૬ બેઠકોનું રોટેશન બે દિવસ પૂર્વે જાહેર થઇ ગયું છે. હાલ પ્રમુખ તરીકે મહિલા હોવાથી હવે પ્રમુખ તરીકે પુરૂષ આવવા પાત્ર છે.
પ્રમુખપદ બક્ષીપંચ વર્ગને મળે (પ્રથમ અઢી વર્ષ) તેવી પ્રબળ શકયતા દર્શાવવામાં આવી રહી છે. અનુસુચિત જાતિને પણ પ્રમુખપદ મળી શકે છે. આખા જિલ્લામાં એક માત્ર જામકંડોરણા બેઠક આદિજાતિ અનામત જાહેર કરવામાં આવી છે. હવે પછીના અઢી વર્ષ પુરૂષ પ્રમુખ બને તેવો ક્રમ છે. જો સરકાર રાજકોટ જિલ્લા પંચાયત માટે આદિજાતિ અનામત પ્રમુખ પદ જાહેર કરે તો જામકંડોરણામાંથી જે જીતે તેને જ પ્રમુખ બનાવવાનું ફરજિયાત થઇ જશે.
રાજય સરકારના વર્તુળોના જણાવ્યા મુજબ તાલુકા-જિલ્લા પંચાયતોના પ્રમુખના રોટેશન નકકી કરવા નિヘતિ ધારા-ધોરણો છે. આવતા અઢી કે પાંચ વર્ષના રોટેશન ચૂંટણી જાહેર થતા પૂર્વેના દિવસોમાં અથવા ચૂંટણી જાહેર થયા પછી પરિણામ પૂર્વેના દિવસોમાં વિકાસ કમિશનર કચેરી તરફથી જાહેર કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં છેલ્લા ૧૦ વર્ષનો ઇતિહાસ જોતા ર૦૧પ થી ર૦ર૧ પ્રારંભ સુધી સામાન્ય વર્ગના પુરૂષ અને સામાન્ય વર્ગનીસ્ત્રી માટે પ્રમુખપદ હતું. ર૦ર૧ થી ર૬ હાલની ટર્મમાં પ્રથમ અઢી વર્ષ સામાન્ય પુરૂષ અને પછીના અઢી વર્ષ સામાન્યસ્ત્રી પ્રમુખ પદ માટેના છે. હવે બક્ષીપંચ પુરૂષ માટે પ્રમુખપદ અનામત જાહેર થાય તેવી શકયતા સૌથી વધુ છે. અનુસૂચિત માટે પણ પ્રમુખપદ આવી શકે છે. સામાન્ય વર્ગ માટે પ્રમુખપદ આવવાની શકયતા ઓછી દેખાય છે.
રાજકીય પક્ષો દ્વારા ઉમેદવાર પસંદગી વખતે પ્રમુખપદના સંભવિત ચહેરાને ધ્યાને રાખવામાં આવે છે. જિલ્લા પંચાયતનું પ્રમુખપદ રાજય કક્ષાના પ્રધાનની સમકક્ષ ગણાય છે. તેને ગાડી, બંગલો અને ઓફીસની સુવિધા મળે છે. જિલ્લા પંચાયતમાં હવે પછીના પાંચ વર્ષ કયા પક્ષનું શાસન આવે છે અને કોણ પ્રમુખ બને છે ? તે તો સમય જ બતાવશે.
(3:59 PM IST)










