<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

વ્‍યંઢળ-કીન્‍નરમાસીના વિવાદમાં ગંજીવાડાના નીકિતાદેની ગુરૂ મીરાદે અને મિહીર ચોૈહાણ વિરૂધ્‍ધ વળતી ફરિયાદ

૨૭મીએ પહેલા નીકીતાદેને ધમકી અપાતાં તેણે ફિનાઇલ પીધું, પછી મીરાદેના છ શિષ્‍યોએ ફિનાઇલ પી ખોટી ફરિયાદ નોંધાવ્‍યાનો આરોપ : જુની માથાકુટનું સમાધાન કરવાની નીકિતાદેએ ના પાડતાં ફોન કરી મીરાદે-મીહિરે રાજકોટ ન મુકે તો ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી દીધી હતીઃ થોરાળા પોલીસે ગુનો દાખલ કર્યોઃ ગાંધીગ્રામ પોલીસના ગુનામાં નીકિતાદેનો જામીન પર છુટકારો થયો

રાજકોટ તા. ૪: શહેરમાં કીન્‍નર અખાડામાંથી બરતરફ કરી દીધા પછી પણ ભીક્ષાવૃતિ કરવા મામલે ગંજીવાડામાં રહેતાં વ્‍યંઢળ-કીન્‍નરમાસીને તેના જ ગુરૂ પરાપીપળીયા ૨૫ વારીયામાં રહેતાં કીન્‍નરમાસી સાથે માથાકુટ ચાલતી હોઇ આ બનાવમાં ગંજીવાડાના કીન્‍નરમાસી નીકિતાએ ગત ૨૭મીએ ફિનાઇલ પી લીધુ હતું. એ જ રાતે તેના ગુરૂ મીરાદેના છ શિષ્‍યો પણ ફિનાઇલ પી ગયા હતાં. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી નીકિતાદેની ધરપકડ કરી હતી. હવે જામીન પર છુટી નીકિતાદેએ થોરાળા પોલીસમાં પોતાના ગુરૂ મીરાદે અને તેની સાથેના મિહીર ચોૈહાણ સામે ફરિયાદ નોંધાવી છે. આ બંનેએ અગાઉની માથાકુટમાં સમાધાન કરી લેવાનું અને રાજકોટ નહિ મુકે તો ટાંટીયા ભાંગી નાંખશે તેવી ધમકી આપતાં પોતે ફિનાઇલ પી ગયાનું નીકિતાદેએ જણાવ્‍યું છે.

આ બનાવમાં થોરાળા પોલીસે ભાવનગર રોડ ગંજીવાડા શેરી નં. ૧૮ શક્‍તિ ચોકમાં રહેતાં અને ભિક્ષાવૃતિ કરતાં નીકિતાદે કીન્‍નરમાસી (શાહીદભાઇ) (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી જામનગર રોડ પર પરાપીળીયા એકતાનગર ૨૫ વારીયામાં રહેતાં મીરાદે કીન્‍નરમાસી અને મિહીર ચોૈહાણ વિરૂધ્‍ધ અગાઉના ઝઘડામાં સમાધાન કરી લેવાનું કહી ગાળો દઇ રાજકોટ નહિ મુકે તો ટાંટીયા ભાંગી નાંખશે તેવી ધમકી દીધાનો ગુનો નોંધ્‍યો છ.ે

નીકિતાદેએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું હાલ રાજકોટમાં ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવુ છું. ૨૭/૧૧ના રોજ હું ગંજીવાડા-૧૮માં શક્‍તિ ચોક ખાતે હતી ત્‍યારે મારા ગુરૂ મીરાદે કીન્‍નરમાસી કે જે પરા પીપળીયા ૨૫ વારીયામાં રહે છે તેનો મને ફોન આવ્‍યો હતો. એ ફોનમાં મિહીર ચોૈહાણે મારી સાથે વાત કરી હતી. મિહીરે કહ્યું હતું કે બે મહિના પહેલા રાજકોટ જ્‍યુબીલી ગાર્ડનમાં મારે મારે મારા ગુરૂ મીરાદે તથા તેની સાથેના કીન્‍નરો સાથે માથાકુટ ઝઘડો થયો હોઇ તેમાં મારામારી થઇ હતી તે કેસનું સમાધાન કરી લે. પરંતુ મેં મિહીરને સમાધાન કરવાની ના પાડતાં મારા ગુરૂ મીરાદેએ મિહીર પાસેથી ફોન લઇ લીધો હતો અને મને જેમફાવે તેમ બોલી ગાળો દેવાનું ચાલુ કર્યુ હતું. તેમજ મને કહેલું કે-તું રાજકોટ મુકી દેજે નહિતર તારા ટાંટીયા ભાંગી નાંખીશ. એકદમ ઉશ્‍કેરાઇને તેણે વધુ ગાળો આપી હતી. જેથી મેં ફોન કાપી નાંખ્‍યો હતો.

અગાઉ આ લોકોએ મારી સાથે કરેલા ઝઘડાનું સમાધાન કરી લેવા જણાવતાં મેં સમાધાન કરવાની ના પાડતાં ગાળો દઇ રાજકોટ મુકી દેવાની ધમકી આપી હોઇ જેથી મને માઠુ લાગી જતાં મેં ઘરે ફિનાઇલ પી લેતાં મને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્‍યાં પણ તેઓ આવ્‍યા હતાં અને બાદમાં મીરાદેના છ શિષ્‍યોએ ફિનાઇલ પી લઇ મારા વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસમાં ખોટી ફરિયાદ કરી હતી. આથી મેં હવે ગુરૂ મીરાદે અને તેની સાથેના મીહિર સામે ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં નીકીતાદેએ જણાવતાં થોરાળા પોલીસ સ્‍ટેશનના પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં હેડકોન્‍સ. એન. એસ. ડામોરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ગત ૨૭મીએ સાંજે નીકીતાદે ફિનાઇલ પી સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયેલ એ પછી એ જ રાતે બે વાગ્‍યે મીરાદેના છ શિષ્‍યો ખુશ્‍બુદે ગોપીદે, સમીરાદે ગોપીદે, બીંદીયાદે મીરાદે, ગોપીદે મીરાદે, ટીનીદે મીરાદે અને કલ્‍પુદે મીરાદેએ પણ જામનગર રોડ શ્રીખાટુ શ્‍યામજી મંદિર પાસે એક સાથે ફિનાઇલ પી લેતાં આ છએયને સારવાર માટે દાખલ કરાયા હતાં.

આ મામલે ગાંધીગ્રામ પોલીસે મીરાદેની ફરિયાદ પરથી નીકીતાદે સહિત બે સામે ધમકીનો ગુનો નોંધ્‍યો હતો અને નીકીતાદેની ધરપકડ કરી હતી. હવે જામીન પર છુટયા બાદ નીકીતાદેએ પોતાના જ ગુરૂ મીરાદે અને તેની સાથેના મિહીર ચોૈહાણ સામે થોરાળા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતાં વ્‍યંઢળો વચ્‍ચે ચાલુ થયેલો વિવાદ વધુ વકર્યો છે.

(4:01 PM IST)