તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
શનિ-રવિ તપસ્વી કાર્નિવલ અને સ્ટેમિનીસ્ટ ૨૦૨૫
એલકેજી થી ધો. ૧૨ સુધીના ૧૨૦૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે, વિજ્ઞાન, ટેક્નોલોજી, ઇજનેરી અને ગણિત આધારીત પ્રોજેક્ટ સાથે એકિઝબિટ પણ રજૂ કરશે

રાજકોટ : તપસ્વી સ્કૂલ દ્વારા સ્ટેમિનીસ્ટ ફેર અને કાર્નિવલ ફેસ્ટનું આયોજન તા. ૬ અને ૭ ડિસેમ્બર શનિ-રવિ, અમૃત ઘાયલ હોલ, આકાશવાણી ચોક રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. જેમાં ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે.
સ્ટેમિનીસ્ટ ફેરમાં ધો. ૧૦ સુધીના વિદ્યાર્થીઓ તેમના વિજ્ઞાન, ટેક્નોલોજી, ઇજનેરી અને ગણિત આધારિત પ્રોજેક્ટસ સાથે આર્ટ એક્ઝિબિટ પણ રજૂ કરશે. વિદ્યાર્થીઓ પોતાના સ્વરચિત મોડલ્સ, પ્રયોગો અને પ્રોટોટાઇપ્સ રજૂ કરીને તેમનો જિજ્ઞાસુ વિચાર, તર્કશક્તિ અને હેનડ્સ-ઓન લર્નિંગ દર્શાવશે. આ સાથે, કોમર્સ વિભાગના ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત કાર્નિવલ ફેસ્ટમાં બિઝનેસ સમજ, માર્કેટિંગ કુશળતા અને ઉદ્યોગસાહસિક નેતૃત્વ વિકસાવવાનો ઉત્તમ મંચ પૂરો પાડશે. આયોજન, બજેટિંગ, સ્ટોલ મેનેજમેન્ટ અને ગ્રાહકો સાથેની સંવાદક્ષમતાના માધ્યમથી વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનનો કોમર્સ અને એન્ટરપ્રાઇઝનો અનુભવ મળશે.
શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમિષભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ આયોજીત આ ફેરમાં તા. ૬ ને શનિવારે ૯ વાગ્યે કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે. તા. ૭ ને રાત્રે ૯ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે. કાર્યક્રમના અંતિમ દિવસે લકી ડ્રો નું પણ આયોજન કરવામાં આવેલ છે. તસ્વીરમાં તપસ્વી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષક નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(4:02 PM IST)










