<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

કુવાડવામાંથી ૨.૬૦ લાખનો દારૂ ભરેલી થાર ઝડપાઇઃ ચાલક-માલિકની શોધ

પીસીબી પીઆઇએમ.આર. ગોંડલીયા, એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, સંતોષભાઇ મોરી સહિતની ટીમની કામગીરી હેડકોન્‍સ.કરણભાઇ મારૂ અને રાહુલગીરીની બાતમી

રાજકોટ તા.૪: શહેરના કુવાડવા ગામ પાસે પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૨.૬૦ લાખના વિદેશી દારૂ ભરેલી થાર જીપ કબ્‍જે કરી ચાલક અને કારમાલીકની શોધખોળ હાથધરી છે.

મળતી વિગત મુજબ કુવાડવા ગામ પાસે વિદેશી દારૂનો જથ્‍થો ભરેલી કાર ઉભેલી છે. તેમ પીસીબીના હેડકોન્‍સ. કરણભાઇ મારૂ અને રાહુલગીરી ગોસ્‍વામીને બાતમી મળતા પી.એસ.આઇ. પી.બી. ત્રાજીયા સ્‍ટાફ સાથે કુવાડવા ગામ પાસે પહોંચી ગામમાં એક વેલ્‍ડીંગની દુકાન પાસે ઉભેલી કાર પાસે જઇને તલાશી લેતા થાર જીપમાંથી રૂા.૨,૬૦,૪૦૦ની કિંમતની વિદેશી દારૂની ૨૦૪ બોટલ મળી આવતા પોલીસે થાર જીપ તથા વિદેશી દારૂનો જથ્‍થો મળી રૂા.૧૨,૬૦ લાખનો મુદામાલ કબ્‍જે કરી જીપના માલીક તથા ચાલકની શોધખોળ હાથધરી હતી. આ કામગીરી ઇન્‍ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયા, એમ.જે. હુણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોૈસ્‍વામી, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્‍દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.(

(4:36 PM IST)