તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
રાજકોટના TRP અગ્નિકાંડ કેસમાં ફાયર ઓફિસર રોહિત વિગોરાને ઝટકો:સાપરાધ મનુષ્યવધની કલમ હટાવવા અંગેની પિટિશન સુપ્રીમ કોર્ટએ ફગાવી
રોહિત વિગોરાએ પોતાના પર લાગેલી કલમ દૂર કરવાની સાથે-સાથે કેસમાં બિનતહોમતદાર જાહેર કરવાની પણ માંગ કરી હતી:અગાઉ સેશન્સ કોર્ટમાં પિટિશન નામંજૂર થતાં તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો

રાજકોટના TRP અગ્નિકાંડ કેસમાં ફાયર ઓફિસર રોહિત વિગોરાને મોટો ઝટકો લાગ્યો, કારણ કે તેમના દ્વારા દાખલ કરાયેલ સાપરાધ મનુષ્યવધની કલમ હટાવવા અંગેની પિટિશન સુપ્રીમ કોર્ટએ ફગાવી દીધી છે. રોહિત વિગોરાએ પોતાના પર લાગેલી કલમ દૂર કરવાની સાથે-સાથે કેસમાં બિનતહોમતદાર જાહેર કરવાની પણ માંગ કરી હતી, પરંતુ અગાઉ સેશન્સ કોર્ટમાં પિટિશન નામંજૂર થતાં તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હવે સુપ્રીમે પણ તેમની અરજી ઠુકરાવી દીધી હોવાથી તેમના સામે સાપરાધ મનુષ્યવધના ગુના હેઠળ જ કેસ આગળ વધશે.
(11:29 AM IST)










