તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
સાત સુરોના સરનામે ... પાર્શ્વ ગાયિકા ડો. કિંજલ ગુજરાતી ગીતોને અનોખી રીતે રજૂ કરશે : કાલે નિઃશુલ્ક કાર્યક્રમ
સાત સૂરોના સ્વરોત્સવમાં ભીંજાવા અને આપણી માતૃભાષા ગુજરાતી ગીત સંગીતની અનોખી પ્રસ્તુતી છંદ, દોહા, ભજનોની રમઝટ જામશે : ૧૫ કલાકારો સાથ આપશે : ગુજરાતી ગીતોનો અનોખો કાર્યક્રમ

રાજકોટ : ગુજરાતની ગરિમાને ઉજાગર કરતો એક અનોખો કાર્યક્રમ આવતી કાલે ૦૬ ડિસેમ્બર, શનિવારના રોજ શહેરના હેમુ ગઢવી હોલ મેઇન હોલ ખાતે રાત્રે ૦૮:૩૦ કલાકે થવા જઇ રહેલ છે.
નોન ફિલ્મી ગુજરાતી ગીતોના અનોખા કાર્યક્રમમાં ગુનરાતી તેમજ હિન્દી ફિલ્મોના એવોર્ડ વિજેતા અને સંગીત વિષયના ડીરેક્ટર એવા ડો. કિંજલ મેડમ અને તેમની સ્ટુડન્ટની ટિમ દ્વારા ગુજરાતી ભાષાનો વારસો જળવાય રહે તે માટે જાહેર જનતા માટે ફ્રી માં રાખવામાં આવેલ છે.
ગુજરાતી નારી શક્તિના પ્રદર્શનરૂપ આ એક વન વૂમન શો કાર્યક્રમ છે. મુખ્ય ગાયક ડો. કિંજલનો સાથ આપશે જાગૃતી દુબલ, વર્ષા બાલચંદાણી, ક્રિશ્ના રાચ્છ, ધારા કોઠારી, મહેશ દુદકીયા, કુંજન આડેસરા, હિતેશ બરાડ, યોગેશ ધોકીયા, અફઝલ ખાન, વિનય પુરોહીત, ડો. આશ્રય ગોસ્વામી તેમજ બાળ કલાકારો જલાંશ અનડકટ, ફિઆ મુરી, યાત્રા વિરાણી, મિશ્રા હરસોડા.
ગાયિકા ડો. કિંજલ દ્વારા ભજનો, લોકગીતો, સુગમ ગીતો પીરસવામાં આવશે. તેઓ જણાવે છે કે આજની યુવા પેઢીમાં ગુજરાતી કલ્ચર વિસરાકતુ જાય છે જેના જાગૃતિ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તસ્વીરમાં ડો. કિંજલ સાથે મહેશભાઇ દુદકીયા, કુંજનભાઇ આડેસરા, અફઝલભાઇ દુરાણી, વિનુભાઇ ઠકરાર, કલ્પેશભાઇ રાચ્છ, જાર્ગતિબેન દુબલ, વર્ષાબેન બાલચંદાણી, ધારાબેન કોઠારી અને ક્રિશ્નાબેન રાચ્છ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(12:08 PM IST)










