<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

સ્‍નૂકર ક્‍લબના સંચાલક પરેશભાઇને ઉમંગ અને રવિએ ઘુસ્‍તાવી ધમકી દીધી

યુનિવર્સિટી રોડ કેવલમ્‌ પાસે આવાસ ક્‍વાર્ટર નજીક બનાવ જુના મનદુઃખને લીધે ઢીકા મારી પછાડી દઇ છાતી પર પાટા માર્યાઃ ફરિયાદ કરશે તો પતાવી દેશે તેવી ધમકી દઇ ભાગી ગયાઃ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૫: યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે સ્‍નૂકર ક્‍લબ ચલાવતાં યુવાન પર કેવલમ્‌ નજીક આવાસ ક્‍વાર્ટર પાસે બે શખ્‍સોએ જુના મનદુઃખનો ખાર રાખી ગાળો દઇ ઢીકા મારી પછાડી દઇ તેમજ છાતીમાં પાટા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે મોટા મવા શેરી નં. ૩ આશુતોષ રેસીડેન્‍સી બ્‍લોક નં. બી-૨૦૫માં રહેતાં પરેશભાઇ માનસિંગભાઇ મકવાણા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી ઉમંગ પટેલ અને રવિ ઝાલા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. પરેશભાઇ ભગતસિંહજી ગાર્ડન નજીક શિવ શક્‍તિ કોલોનીના ખુણે ફ્રી બોલ નામને સ્‍નૂકર ક્‍લબ ચલાવે છે.

પરેશભાઇએ જણાવ્‍યું છે કે તા. ૩ના સાંજે આઠેક વાગ્‍યે હું અને મિત્ર દિવ્‍યેશ તથા ડાભીભાઇ ત્રણેય ચોટીલા ચાલીને દર્શન કરવા ગયા હતાં. ત્‍યાંથી પરત આવીં મારી કારમાં ડાભીભાઇ અને દિવ્‍યેશને બેસાડી કેવલમ્‌ નજીક આવાસ ક્‍વાર્ટરની પાછળના ભાગે કુલદીપસિંહ ઝાલાના વાડા પાસે ઉતારીને મારા સ્‍નૂકર ક્‍લબ ખાતે ગયો હતો. બાદ રાતે સાડા બારેક વાગ્‍યે હું કુલદીપસિંહના વાડા પાસે મારા મિત્ર દિવ્‍યેશને મળવા ગયો હતો. હું, મિત્રો દિવ્‍યેશ, હેનીલ પટેલ સહિતના રોડ પર ઉભા રહી વાતો કરતાં હતાં. આ વખતે મારી સ્‍નૂકર ક્‍લબ પાસે રહેતો ઉમંગ પટેલ અને તેનો મિત્ર રવિ ઝાલા સ્‍કૂટર પર આવ્‍યા હતાં.

આ બંનેએ મારી સાથે જુની વાતનું મનદુઃખ રાખી ઝપાઝપી કરી હતી. આ વખતે હેનીલ વચ્‍ચે પડતાં તેને પણ રવિએ ગાળો દઇ ઝપાઝપી કરી હતી. જેથી હેનીફ જતો રહ્યો હતો.  મેં રવિને સમજાવતાં તેણે અને ઉમંગે વધુ ઝઘડો કર્યો હતો અને દિવ્‍યછેશ સાથે પણ બોલચાલી કરી તેને ઢીકાપાટુ મારતાં દિવ્‍યેશ પણ જતો રહ્યો હતો. ત્‍યારબાદ ઉમગ અને  રવિએ મને ફરીથી ગાળો દઇ તને બહુ હવા છે, તારી સાથે આજે સમજી લેવુ છે કહી બેફામ ઢીકાપાટા મારતાં હું પડી ગયો હતો.

આ પછી ઉમંગે જો તું ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી મને છાતીના ભાગે પાટા માર્યા હતાં. બાદ હું ચાલીને મોટા મવા ગયો હતો અને રિક્ષામાં બેસી કિડની હોસ્‍પિટલ પાસે પહોંચી મિત્રને બોલાવી સારવાર માટે દાખલ થયો હતો. જુના મનદુઃખને કારણે ઉમંગ અને રવિએ માર મારી ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી હતી. તેમ વધુમાં પરેશભાઇએ કહેતાં હેડકોન્‍સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:31 PM IST)