તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
રોયલ એકેડેમી ઇન્ડિયા દ્વારા રવિવારે ફિમેલ સ્પેશ્યલ કરાઓકે કાર્યક્રમ : સંગીતપ્રેમીઓને વિનામુલ્યે પ્રવેશ

રાજકોટ તા. ૫ : રોયલ એકેડમી ઇન્ડિયા દ્વારા આગામી તા. ૭ ના રવિવારે ‘ફિમેલ સ્પેશ્યલ કરાઓકે' કાર્યક્રમનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રોયલ એકેડેમીના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ સંગઠન ૫૫૫થી વધુ સીંગર મેમ્બર્સ ધરાવે છે. નવા ગાયકોને પ્રોત્સાહન મળે અને સંગીત પ્રેમીઓને મનગમતો માહોલ મળી રહે તે ધ્યેય આ સંગઠનનો છે.
ત્યારે વધુ એક આવો જ કરાઓકે કાર્યક્રમ તા. ૭ ના રવિવારે સાંજે પ.૩૦ કલાકે રૂષભ વાટીકા, ન્યુ ૧૫૦ ફુટ રીંગરોડ, રંગોલી પાર્ક રેસ્ટોરન્ટની બાજુની શેરી, રાજકોટ ખાતે ‘ફિમેલ સ્પેશ્યલ કરાઓકે' કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. જેમાં ૩૦ થી વધુ બહેનો પરફોર્મ કરશે.
આ વખતે થોડી નવીનતા ઉમેરી ડાન્સ, ગરબા, કોરસ ગીતો ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. કોઇપણ સંગીત પ્રેમીઓ વિનામુલ્યે આ કાર્યક્રમ માણી શકશે. નિઃશુલ્ક એન્ટ્રી છે.
સીંગર્સમાં ડાયરેકટર સોનાબેન શાહ, ડાયરેકટર નયનાબેન મોદી, ડાયરેકટર અલ્કાબેન શેઠ, ફાલ્ગુનીબેન મહેતા, ડાયરેકટર સોનલબેન ચાવડા, ડાયરેકટર એંજલબેન ગાંધી, પ્રીતિબેન તન્ના, મિતાબેન રાજાણી, નિશાબેન રામોલીયા, નિતાબેન સોની, પ્રજ્ઞાબેન જોશી, આભાબેન શાહ, અર્ચનાબેન ઠકકર, ઇલાબેન ધોળકીયા, ચાંદનીબેન રાણીંગા વગેરે ભાગ લેશે.
કાર્યક્રમ માટે નિમિત બનેલ ચંદ્રકાંતભાઇ શેઠ અને સમગ્ર રોયલ એકેડેમી દ્વારા સૌને જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રોયલ એકેડમીના નયનાબેન મોદી, રિધ્ધીબેન બાવીશી, વિધિબેન મહેતા, ફાલ્ગુનીબેન મહેતા, અર્ચનાબેન ઠકકર, વૈશાલીબેન ઠકકર, જાનવીબેન રાવલ, ચાંદનીબેન રાણીંગા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:38 PM IST)










