News of Friday, 5th December 2025
મેટોડા જીઆઇડીસી પોલીસે ચોરીના બે ગુન્હામાં ૬.૭૯ લાખનો મુદામાલ મુળ માલીકોને પરત કર્યો

રાજકોટ, તા. પઃ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા ચોરાયેલ તથા ખોવાયેલ કિંમતી ચીજ વસ્તુને શોધી ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત અરજદારોને પરત કરવા ખાસ સુચના કરવામાં આવેલ હોય. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ગોંડલ વિભાગના માર્ગદર્શન હેઠળ મેટોડા જી.આઇ.ડી.સી. પો.સ્ટે.નાં પો.ઇન્સ એસ.એચ. શર્મા સાહેબએ (૧) મેટોડા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ના બે ચોરીના ગુન્હામાં ચોરી થયેલ બ્રાસનો સ્ક્રેપ આશરે ૨૫૦ કી.ગ્રા. કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા કબજે કરેલ રોકડ રૂ.૫,૧૩,૦૦૦/- રોકડા તથા POCO કંપનીના બે મોબાઇલ ફોન રૂ.૧૬,૦૦૦/- મળી કુલ રૂ.૫,૨૯,૦૦૦/- નો મુદ્દામાલ આરોપી પાસેથી કબજે કરેલ હોય જે કુલ રૂ.૬,૭૯,૦૦૦/- નો મુદ્દામાલ રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી વિજય સિંહ ગુર્જર એ ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત તેમના મુળ માલીકોને પરત સોંપેલ છે. તસ્વીરમાં જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તથા પી.આઇ. શર્મા ચોરાઉ મુદામાલ મુળ માલીકને પરત કરતા નજરે પડે છે
(4:41 PM IST)










