તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
શિક્ષણ સમિતિના ૨૭૦ શિક્ષકોને જુની પેન્શન યોજનાનો લાભઃ શાસનાધિકારીનો હુકમ
એચટાટના ૧૫ આચાર્યની સળંગ નોકરી ગણાતા જીપીએફનો લાભ મળશેઃ કર્મચારીમાં ખુશીનો માહોલ

રાજકોટ તા.પઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ૨૦૦૪ પહેલા નોકરીમાં લાગેલા કર્મચારીઓને જુની પેન્શન યોજના લાભના હુકમ શાસનાધિકારી કિરીટસિંહ પરમાર દ્વારા કરવામાં આવતા શિક્ષકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.
આ અંગે શિક્ષણ સમિતિનો સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ સરકાર શ્રી દ્વારા ૨૦૦૪ પહેલા નોકરીમાં લાગેલા કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા માટે પરિપત્ર કરવામાં આવેલ હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટના શાસનાધિકારી રજા ઉપરથી પરત ફરતાની સાથે જ શિક્ષણ સમિતિના ૨૭૦ જેટલા શિક્ષકોને તુરંત આ લાભ આપવા માટે કમર કસી હતી.
NPS નવી પેન્શન યોજના માંથી GPF માં અંદાજે ૨૭૦ શિક્ષકોને જૂની પેંશન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે HTAT સેવા સળંગના ૧૫ જેટલા આચાર્યની સળંગ નોકરીની ગણતરી કરતાં તેમને GPF નો લાભ આપવામાં આવ્યો.
(4:42 PM IST)










