<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

પારડી બ્રીજ પર બાઇક સ્લીપ થતાં રાજનગરનું દંપતિ ખંડીતઃ કિશોરભાઇ ભરડવાનું મોત

મિત્રના દિકરાના લગ્નમાંથી શાપરથી રાજકોટ પરત આવતી વખતે બનાવઃ પત્નિ હીનાબેનનો ઇજા સાથે બચાવઃ મૃતક ફરસાણની દુકાન ચલાવતાં હતાં

રાજકોટ તા. ૫: શાપરના પારડી બ્રીજ પર બાઇક સ્લીપ થઇ જતાં રાજકોટનું દંપતિ ખંડીત થયું છે. રાજનગરમાં રહેતાં પતિ-પત્નિ શાપર ખાતે લગ્નપ્રસંગમાં હાજરી આપી પરત રાજકોટ આવી         રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં પતિનું મૃત્યુ થયું છે.

જાણવા મળ્યા મુજબ નાના મવા રોડ રાજનગર શેરી નં. ૫માં રહેતાં કિશોરભાઇ વલ્લભભાઇ ભરડવા (ઉ.વ.૫૧) તા. ૧/૧૨ના રોજ રાજકોટથી શાપર બાઇકમાં પોતાના પત્નિ હીનાબેન ભરડવાને લઇને શાપર મિત્રના દિકરાના લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. રાતે દસેક વાગ્યે ત્યાંથી પરત રાજકોટ આવતાં હતાં ત્યારે પારડી બ્રીજ પર બાઇક સ્લીપ થઇ જતાં પતિ-પત્નિ બંનેને ઇજાઓ થઇ હતી. ગંભીર ઇજા પામનાર કિશોરભાઇને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં આજે તેણે અંતિમ શ્વાસ લીધા હતાં.

બનાવની જાણ થતાં શાપર પોલીસ સ્ટેશનના મુકેશભાઇ ડાભી સહિતે જરૃરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કિશોરભાઇ બે ભાઇ અને અકે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો છે. કિશોરભાઇને ચંદનપાર્કમાં ભરત નમકીન નામે ફરસાણની દુકાન ચલાવતાં હતાં. આ બનાવથી ભરડવા-પ્રજાપતિ પરિવારમાં કલ્પાંચ સર્જાયો છે.

(4:01 PM IST)