<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

અશાંતધારાને લગતી સમસ્યા વધી, આજે સાંજે મહત્વની મીટીંગ !!!

સોશિયલ મિડીયામાં આ પ્રકારનો મેસેજ ફરતા ભારે તર્કવિતર્ક : ભવિષ્યની ચિંતા હોઇ વિષયની ગંભીરતા સમજી બધા હાજર રહે, બ્રોકર, એડવોકેટને પણ આમંત્રણ અપાયાનો મેસેજમાં ઉલ્લેખઃ મિટીંગના સ્થળનું ગૂગલ લોકેશન અપાયું

રાજકોટ તા. ૫: સોશિયલ મિડીયામાં એક મેસેજ વાયરલ થયો છે. જેમાં શહેરમાં અશાંતધારાને લગતી સોસાયટી અગ્રણીઓની એક મિટિંગ થઈ હોવાનું અને સમસ્યા ખુબ વધી રહી હોવાનું તેમજ રાજકોટવાસીઓને જાગૃત થવાનું જણાવાયું છે. આ મામલે શુકવારે સાંજે શહેરના દોઢસો ફુટ રીંગ રોડ આસપાસના જાણીતા ચોકમાં મીટીંગ હોવાનું અને આ મીટીંગનો સમય પણ તેમાં લખેલો છે.

મેસેજમાં લખેલુ છે કે સમસ્યા ખૂબ ઝડપે વધી રહી હોય, મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જાગૃત થાય, માટે રાજકોટની તમામ સોસાયટી અગ્રણીઓની બીજી મીટીંગ ૫, ડીસેમ્બર, શુક્રવારે રાત્રે રાખેલ છે. આ મેસેજ રાજકોટની તમામ સોસાયટીનાં ગ્રુપમાં મોકલીએ. આપણા ભવિષ્યની ચિંતા હોય, વિષયની ગંભીરતા સમજી ખાસ હાજર રહીએ. બ્રોકર એસોસિએશન, એડવોકેટ ભાઈઓને પણ આમંત્રણ આપેલ છે.

આ મેસેજ સાથે મિટીંગના સ્થળનું ગૂગલ લોકેશન પણ અપાયું છે. તેમજ મીટીંગના એજન્ડામાં એવુ જણાવાયું છે કે  તાજેતરમાં રાજકોટમાંથી અશાંતધારો કઢાવવા કલેકટરને આવેદનપત્ર આપ્યું હોઇ એમનાં વકીલો દિવસરાત આખાં ગુજરાતમાંથી અશાંતધારો કઢાવવા  સતત પ્રયત્નશીલ છે, ત્યારે આપણી શું તૈયારી? આ વિષયની મીટીંગમાં ચર્ચા કરીશું અને એક ફોરમેટ આપીશું, જે સૌએ પોતાની સોસાયટીનાં લેટરપેડ ઉપર ઝેરોક્ષ કરી, સહી કરીને કલેકટરને આવેદનપત્ર આપવા જઇશું, જેની તારીખ પણ ગ્રુપમાં મૂકશું. એકવાર નજીકમાં એ લોકો પ્રોપર્ટી ખરીદી લે, પછી ત્યાંની શું તકલીફો છે, તે જેમની સાથે ઘટના બની ગઈ છે. તેમને જ ખ્યાલ છે. જેમની સાથે નથી બની, તેઓ હજી સુતા છે, એમને જગાડવાનો આ પ્રયાસ છે. જાગો હિન્દુ જાગો.

જો કે કલેકટર તંત્રને અશાંતધારા મામલે કોઇ અરજી છેલ્લા કેટલાક દિવસમાં મળી ન હોવાનું જણાયું છે. પોલીસતંત્રને પણ આવી કોઇ અરજી થયાનું જાણમાં નથી. ત્યારે વાયરલ થયેલા મેસેજ બાબતે ભારે ચર્ચા જાગી છે

(4:28 PM IST)