તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 5th December 2025
મનપા ૧૦ એનિમલ કીપરની ભરતી કરશે
આગામી દિવસોમાં શ્વાન વ્યંધીકરણ સહિતની કાર્યવાહી ઝડપી બનાવવા કાર્યવાહી

રાજકોટ તા.૫ : શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસ અંગે હાઇકોર્ટ સરકારને પગલા ભરવાની સુચના આપ્યા બાદ મહાનગરપાલિકાએ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શાળા, કોલેજો અને હોસ્પિટલો સહિતના ઉપર જવાબદારી નાખી છે છતાં એનિમલ વિભાગમાં આ પ્રકારની ઝડપી કામગીરી થઇ શકે તે માટે ૧૦ એનિમલ કીપરની ભરતી કરવાનો નિર્ણય લઇ જાહેર કરવામાં આવી છેે અને આગામી દિવસોમા શ્ચાન વ્યંધીકરણ સહિતની કાર્યવાહી વધુ ઝડપી બનાવવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
મહાનગરપાલિકા દ્વારા ૧૦ એનિમલ કીપરની ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં બિનઅનામત ૪ તથા અનુજાતી ૧ અને અનુજનજાતી ૨ તેમજ ૩ અન્ય અનામત જગ્યાઓ ભરવામાં આવશે. કેડરની લાયકાત મુજબ પગાર ધોરણ અને વય મર્યાદા મુજબની ભરતી ટૂંક સમયમાં હાથ ધરાશે આ મુદ્દે જાણકારી પ્રાપ્ત થયેલ
શહેરમાં વધતા જતા રખડતા શ્વાનોના ત્રાસ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં ગાઇડલાઇન જાહેર કરી રખડતા કૂતરાઓનો સર્વે અને ત્રાસ સામે લોકોને રક્ષણ મળે તે પ્રકારની જવાબદારી પૂર્વકની કાર્યવાહી કરવાનો દરેક મનપા અને નપાને આદેશ કર્યો છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની ૩૯ હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજ, ગર્વમેન્ટ સ્કૂલો અને ખાનગી શાળાઓ કે, જેમાં ગ્રાઉન્ડ અને પરીસર હોય તેઓએ તાત્કાલીક ધોરણે ફેન્સીંગ અને બાઉન્ટ્રી હોલ કરી રખડતા શ્ચાન પ્રિમાયસીમાં ધુસી ન જાય તેનુ ધ્યાન રાખવા અને એક નોડલ ઓફિસરની નિમણુક કરી મનપાને રિપોર્ટ આપવાની સૂચના આપી છે.
મનપાના પ્રણી રંજાડ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રખડતા કૂતરાઓના ત્રાસ સામે નાગરિકોને રક્ષણ આપવા માટે તાજેતરમાં ૃસુપ્રીમ કોર્ટ દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ શહેરમાં રખડતા તમામ કૂતરાઓનો સર્વે કરી તેમનો ચોક્કસ આંકડો તૈયાર કરવાની તેમજ પબ્લીક એકમો કે, જયાં સતત લોકોની અવર-જવર અને હાજરી રહેતી હોય તેવા એકમોમાં રખડતા કૂતરાઓ ધુસી રહ્યા છે. કે કેમ તેની વિગત એકઠી કરવા સહિતની સૂચના આપવામાં આવી હતી. મનપાના એનીમલ કીપરની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
(4:42 PM IST)










