તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 5th December 2025
ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું આયોજન : કવિ - વકતા - તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસ જ્ઞાનવાણીનો લાભ આપશે : ત્રણ દિવસીય જલકથા માટે પાસ વિતરણનો પ્રારંભ
રેસકોર્ષ મેદાનમાં ૧૫ ડીસેમ્બરથી ''જલકથા: અપને અપને શ્યામકી''

રાજકોટ : સોૈરાષ્ટ્રમાં જળસંચયના ભગીરથ કાર્યને વેગ આપવા માટે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશ્વપ્રસિદ્ધ કવિ, વકતા અને તત્ત્વચિંતક ડો. કુમાર વિશ્વાસની ત્રણ-દિવસીય 'જલકથા : અપને અપને શ્યામકી'ના વિનામૂલ્યે પાસ વિતરણનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે.
આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બર દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દરરોજ રાત્રે ૭ થી ૧૨ દરમિયાન યોજાનાર આ જલકથાના પાસનું વિતરણ શહેરના જુદા જુદા વોર્ડના મંદિરો પરથી થશે. આ જલકથામાં દોઢ દાખથી વધુ શ્રોતાઓ ઉમટવાની ધારણા છે.
ઉલ્લેખનીય છે કે, જળસંચયના મહાઅભિયાનનું સમર્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સોૈરાષ્ટ્રને પાણીની બાબતમાં આત્મનિર્ભર બનાવવા માટે ૧,૧૧,૧૧૧ જળસંચય સ્ટ્રકચર્સ તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત છે અને અતાર સુધીમાં ટ્રસ્ટે જળસંચયનના લગભગ ૮,૫૦૦થી વધુ સ્ટ્રકચર્સ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા છે. કથાના માધ્યમથી જનજાગૃતિ ફેલાવવી અને જળસંચયનના કાર્ય માટે સમાજશ્રેષ્ઠીઓનું અનુદાન મેળવી કાર્યને વધુ વેગ આપવાનો કથાનો મુખ્ય ઉદ્ેશ છે.
કથા વ્યાસપીઠ પર વિશ્વપ્રસિદ્ધભારતીય હિન્દી કવિ, તત્ત્વચિંતક અને પ્રેરક વકતા ડો. કુમાર વિશ્વાસ બિરાજશ(. તેઓ રાજકોટમાં યોજાનારી આ કથામાં ભગવાન શ્રી કૃષ્ણ (શ્યામ) સાથે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પર ભાર મૂકશે. સાથે જ, તેઓ જળસંચયની તાત્કાલિક જરૂરિયાત અને તેના મહત્વ અંગે જાગૃતિનો સંદેશ પણ આપશે.
ડો. કુમાર વિશ્વાસની 'જલકથા : અપને અપને શ્યામકી'ના વિના મૂલ્યે પાસ મેળવવા (૧) વૃંદાવન ડેરી - મિલપરા રોડ/ નાના મોૈવા સર્કલ, (૨)V Square ફર્નીચર - યુનિવર્સિટી રોડ, (૩) પટેલ મોબાઇલ - શાસ્ત્રી નગર અજમેરા,નાના મોૈવા, (૪) Theia Organic - સત્યસાંઇ રોડ, (૫)સહેલી ડ્રેસિસ - હનુમાનમઢી પાસે, રૈયા રોડ, (૬) વનઓૈષધિ કેન્દ્ર - એસ્ટ્રોન ચોક, (૭) માતૃશ્રી માર્કેટીંગ - પેડક રોડ, (૮) બેન્ગાલ સ્વિટ્સ - જીવરાજ પાર્ક, સુર્વણ ભૂમિ કોમ્પ્લેકસ, બીજી બ્રાંચ -KKV સર્કલ, (૯) દેવકૃપા મેડિસિન -બાલાજી હોલ પાસે, (૧૦) સોલ હાર્ડવેર -ડાયમંડ પ્લાઝા, સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે, (૧૧) વનગંગા વન ઓૈષધિ કેન્દ્ર, એસ્ટ્રોન ચોક પાસે, (૧૨) બોલબાલા ટ્રસ્ટ - મિલપરા રોડ, (૧૩) હરિકૃષ્ણ સ્ટેસનરી - વિરાણી ચોક, (૧૪) ગીરગંગા દૂધ - સ્વસ્તિક સ્કુલ સામે, જ્યોતિ નગર ચોક, (૧૫) ચમતકારિક હનુમાનજી મંદિર - એજી ચોક, (૧૬) રણછોડ દાસ બાપુ આશ્રમ - કુવાડવા રોડ ખાતે સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૫ થી ૮ દરમિયાન સંપર્ક કરવા અને વધુ માહિતી માટે મો. ૭૬૦૦૩૧૪૦૧૪ ઉપર સંપર્ક કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઇ સખિયા મો. ૯૪૨૭૨૦૯૮૬૮ ની યાદીમાં જણાવ્યુ છે
(4:37 PM IST)










