<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

કાલાવડ રોડ કોસ્મોપ્લેક્ષથી રીંગ રોડને જોડતો નવો રોડ બનશે

૨. ૮૬ કરોડનો ખર્ચઃ ટેન્ડર પ્રસિધ્ધ

રાજકોટ, તા.૫: શહેરમાં વિવિધ રસ્તાઓમાં મેટલીંગ,ડામર કામ થઇ ગયા છે ત્યારે લોકોને વધુ સુવિધા મળી રહે તે હેતુથી કાલાવડ રોડ કોસ્મોપ્લેક્ષથી રીંગ રોડને જોડાતો રૂ. ૨.૮૫ કરોડના ખર્ચે નવો રોડ બનાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના ત્રણેય ઝોનના તમામ રોડ રસ્તાઓ રી-કાર્પેટ કરવા માટે એક સાથે કામ શરૂ કર્યું છે. બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત  થયેલ વિગત મુજબ હાલ રોડ રસ્તાના ૩.૪૧ કરોડના કામ શરૂ થઇ ચૂકયા છે.

જયારે મુખ્ય માર્ગોને જોડતા નવા રોડ માટે ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરાય છે. જે પૈકી વોર્ડ નં.૯માં કોસ્મોપ્લેક્ષ પાસેથી ૧૫૦ ફૂટ રીંગરોડને જોડતો ૧૮ મીટરનો રોડ રૂ.૨.૮૬ કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

(4:39 PM IST)