તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
રાજકોટમાં ફૂકાતા બર્ફીલા પવનઃ ૧૬.૪ ડીગ્રી
ઠંડા પવન ફૂંકાઇ રહયા હોય ઠંડીની વધુ અસરઃ ધીમે-ધીમે ઠંડી વધશે

રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર હવામાનનો અનુભવ થઇ રહયો છે. વ્હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો વધુ અહેસાસ થઇ રહયો છે, પહાડી પ્રદેશોમાં થયેલ હિમવર્ષાના પગલે ફરી ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. હવામાન ખાતું જણાવે છે કે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થઇ શકે છે.
રાજકોટ શહેરમાં આજે ન્યુનતમ તાપમાન ૧૬.૪ ડીગ્રી છે. પરંતુ બર્ફીલા પવન ફૂંકાઇ રહયા હોય ઠંડીની વધુ અસર થઇ રહી છે. પવનની ગતિ ૬ કિ.મી.ની છે. પણ નોર્મલ કરતા વધુ પવન ફૂંકાઇ રહયો છે.
રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી ૧૪ ડીગ્રી આસપાસ લઘુતમ તાપમાન નોંધાઇ રહયું છે. વ્હેલી સવારે અને રાત્રીના સમયે શહેરીજનો ગરમ વષાોમાં જોવા મળે છે. પંખા, એ.સી. બંધ થવા લાગ્યા છે.
દરમિયાન હવામાન ખાતાના સુત્રો જણાવે છે કે પહાડી પ્રદેશોમાં થયેલ બરફવર્ષાના પગલે તેના પવનો ગુજરાત ઉપરથી પસાર થશે જેની અસરરૂપે ફરી ધીમે-ધીમે ઠંડીમાં વધારો થઇ શકે છે.
(10:41 AM IST)










