તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
ગાયકવાડીમાં ડુંગળીના ધંધાર્થી કાળુભાઇ કુરીયાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો
રિક્ષાચાલક દિકરો ઘરે આવ્યો ત્યારે પિતા લટકતા મળ્યાઃ બેભાન હાલતમાં સારવાર માટે ખસેડયા પણ જીવ ન બચ્યોઃ કારણ અકળ

રાજકોટ તા. ૬: જંકશન પ્લોટ ગાયકવાડી-૫માં રહેતાં અને ડુંગળીની ફેરી કરી ગુજરાન ચલાવતાં દેવીપુજક પ્રોૈઢે ઘરમાં લોખંડના પાઇપમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ ગાયકવાડી-૫માં રહેતાં કાળુભાઇ બાબુભાઇ કુરીયા (ઉ.વ.૫૩) નામના પ્રોૈઢે રાતે નવેક વાગ્યે ગાળાફાંસો ખાઇ લેતાં સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મોત થતાં હોસ્પિટલ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ, રવિભાઇ, પ્રતાપભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં પ્ર.નગરના પીએસઆઇ એસ. ડી. કોઠીવારે જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર ભનુભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં બીજા નંબરે હતાં. સંતાનમાં બે દિકરા કોૈશિક અને યુવરાજ છે જે બંને રિક્ષા હંકારે છે. કાળુભાઇના પત્નિ સવિતાબેનને પેરાલિસિસ હોઇ તે પથારીવશ છે. કાળુભાઇ રેંકડીમાં ડુંગળી ભરી ફેરા કરતાં હતાં. દિકરા કોૈશિકના કહેવા મુજબ હું અને મારો ભાઇ રિક્ષાના ફેરા કરવા ગયા હતાં. હું રાતે નવેક વાગ્યે ઘરે આવ્યો ત્યારે પિતા લટકતા જોવા મળતાં નીચે ઉતારી સારવાર માટે ખસેડયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આપઘાતનું કારણ પોતે જાણતો નહિ હોવાનું કોૈશિકે કહ્યું હતું. પોલીસે તપાસ યથાવત રાખી છે.
(3:45 PM IST)










