<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

સોશિયલ મિડીયાથી તાલાલાના શૈલેષે રાજકોટની મેડિકલની વિદ્યાર્થીનીને ફસાવી દૂષ્‍કર્મ આચર્યુ

વિડીયો ઉતારી બ્‍લેકમેઇલ કરતો હતોઃ મારકુટ પણ કરતાં અંતે બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ

રાજકોટ તા. ૬: સોશિયલ મિડીયા થકી વધુ એક શખ્‍સે વિદ્યાર્થીનીને ફસાવી છે. રાજકોટની મેડીકલની છાત્રાને લગ્નની લાલચ આપી હોટેલમાં લઇ જઇ દૂષ્‍કર્મ આચરી તેમજ વિડીયો ઉતારી બ્‍લેકમેઇલ કરવામાં આવતાં તાલાલાના શખ્‍સ વિરૂધ્‍ધ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટમાં સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા તાલાલા ગીરના એક શખ્‍સે રાજકોટમાં મેડિકલનો અભ્‍યાસ કરતી ૨૭ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઈ અવારનવાર દુષ્‍કર્મ આચર્યાની અને તેનો વીડિયો ઉતારી બ્‍લેકમેલ કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્‍યાની ગંભીર ઘટના સામે આવી છે.

યુવતીએ આખરે હિંમત દાખવી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બી-ડિવિઝન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સામા કાંઠા વિસ્‍તારમાં રહેતી અને મેડિકલ લાઈનમાં અભ્‍યાસ કરતી ૨૭ વર્ષિય યુવતીનો થોડા સમય પહેલા સોશિયલ મીડિયાના માધ્‍યમથી તાલાલા ગીર, ગીર સોમનાથના રહેવાસી શૈલેષ ઉર્ફે રિષી સોંદરવા નામના શખ્‍સ સાથે સંપર્ક થયો હતો.

વાતચીત આગળ વધતાં આરોપી શૈલેષે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસ કેળવ્‍યો હતો અને ત્‍યારબાદ તેને રાજકોટની હોટલમાં લઈ જઈ દુષ્‍કર્મ આચર્યું હતું. તેમજ આરોપીએ આ કળત્‍યનો વીડિયો પણ પોતાના ફોનમાં ઉતારી લીધો હતો.

ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી ત્‍યારબાદ યુવતીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્‍લેકમેલ કરતો હતો અને અવારનવાર હોટલમાં લઈ જઈ હવસનો શિકાર બનાવતો હતો.

આરોપીની ક્રૂરતા ત્‍યારે વધી જ્‍યારે યુવતીને જાણ થઈ કે તેણે ઉતારેલો વીડિયો તે પોતાના મિત્રોને પણ બતાવતો હતો. યુવતીએ તેને વીડિયો ડિલીટ કરવાનું કહેતાં આરોપીએ તેમ કરવાને બદલે યુવતી સાથે મારકૂટ કરી હતી અને અંતે લગ્ન કરવાની સ્‍પષ્ટ ના પાડી તરછોડી દીધી હતી.

યુવતીની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે આરોપી શૈલેષ ઉર્ફે રિષી સોંદરવા વિરૂધ્‍ધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પીઆઇ એસ. એસ. રાણે અને સ્‍ટાફે વધુ તપાસ હાથ ધરી છે. 

(2:57 PM IST)