તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 6th December 2025
ઇન્ફિનિટી લેડીઝ કલબ દ્વારા ૧૪ મીએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ફેશન શો

રાજકોટ તા. ૬ : ઇન્ફિનિટી લેડીઝ કલબ દ્વારા ભારતીય સંસ્કૃતીને અનુરૂપ ઓપન રાજકોટ ફેશન શોનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા લેડીઝ કલબના બહેનોએ જણાવ્યુ હતુ કે તા. ૧૪ ડીસેમ્બરના બપોરે ર.૩૦ વાગ્યાથી વેન્યુ પાર્ટનર રીલાયન્સ મોલના પ્રથમ માળે યોજાનાર આ ફેશન શોમાં ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખી ખાસ ટ્રેડીશનલ પરિધાન સાથે પરફોર્મ કરી શકાશે. ટાઇમ લેસ બ્યુટી ફેશન શો હશે.
આ આયોજનમાં રપ થી ૪૫ ઉપર એમ બે કેટેગરીમાં ભાગ લઇ શકાશે. આ માટે રજીસ્ટ્રેશન ફી રૂ.૨૫૦ રાખેલ છે. નામ નોંધાવવા માટે મો.૮૯૮૦૬ ૬૯૬૫૭ અથવા મો.૯૭૨૭૯ ૩૩૮૨૮ ઉપર ગુગલ પે કરવાનો રહેશે.
ભાગ લેનાર દરેક બહેનોને બીલ કોઇન લીકવીડ તરફથી લીકવીડની બોટલ, માધવી બ્યુટી સ્ટુડીયો તરફથી ફ્રી ફેશિયલ વાઉચર, ફલોરા બ્યુટી એકેડમી તરફથી ૧ દિવસીય સેલ્ફ ગ્રુમીંગ સેમીનારનું સર્ટીફીકેટ અને લોટસ ઇવેનટ તરફથી ૩૧ નાઇટ સેલિબ્રેશન પાસ અપાશે. વાયએમએનઇ તરફથી સ્પોન્સરશીપ મળશે.
જયારે પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવશે. પાંચ પ્રોત્સાહક ઇનામો પણ હશે.
આયોજન ટીમમાં ઇન્ફિનિટી લેડીઝ કલબના હિરબેન રાણપરા મો.૯૦૩૩૩ ૩૩૦૦૮, રચના રૂપારેલ મો.૮૯૮૦૬ ૬૯૯૫૭, દિવ્યાબેન દતાણી મો.૯૭૨૭૯ ૩૩૮૨૮, નિધિબેન લાખાણી મો.૯૨૨૭૫ ૭૩૧૮૧ સેવા આપી રહ્યા છે.
ઇન્ફિનિટી લેડીઝ કલબમાં મેમ્બર તરીકે કોઇપણ વ્યક્તિ જોડાઇ શકે છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઇન્ફિનિટી લેડીઝ કલબના બહેનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:01 PM IST)










