News of Saturday, 6th December 2025
ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના ‘‘મહાનિર્વાણ દિવસ'' શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે વકતવ્યનો કાર્યક્રમ
સાંજે ૫:૪૫ કલાકે સાંસદ પરશોતમભાઈ રૂપાલા ડો.બાબા સાહેબ ભીમરામ આંબેડકરજી વિશે પોતાનું વકતવ્ય આપશેઃ ડો.માધવ દવે

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ એક સંયુક્ત અખબારયાદીમાં જણાવ્યું હતું કે તા.૬ ડીસેમ્બર ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરજીના નિર્વાણ દિવસને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરી અને તેમના મહાપરીનિર્વાણ તા.૬ ડીસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો જેવાં કે ડો.આંબેડકરજીને પુષ્પાંજલી, સંવિધાનનું વાંચન અને પુજન, સંવિધાન ગૌરવ ગોષ્ઠિ, વકતવ્યના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.
આ તકે રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે ડો.ભીમરાવ આંબેડકરજી વિશે વકતવ્યનો કાર્યક્રમ આજે શનિવાર સાંજે ૫:૪૫ કલાકે યોજાનાર છે. જેમાં રાજકોટ લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, ડો.ભીમરાવ આંબેડકરજી વિશે પોતાનું વકતવ્ય આપશે. આ કાર્યક્રમ રાજકોટ શહેર ભાજપ ડો.માધવ દવેના માર્ગદર્શન હેઠળ અને આ કાર્યક્રમના સંયોજક રાજકોટ શહેર ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, સહસંયોજક રાજકોટ શહેર અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ રાતાભાઈ પરમાર, મહામંત્રી સંજય બગડા, અજય વાઘેલાની આગેવાનીમાં યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિનભભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું
(3:01 PM IST)










