<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

‘લાલો' ફિલ્‍મની ટીમ નચિકેતા સ્‍કુલના આંગણે

ફ્રેન્‍ડ ઓફ સ્‍કુલ કાર્યક્રમના ભાગરૂપે  બોકસ ઓફીસ પર ધમાલ મચાવનાર ગુજરાતી ફિલ્‍મ ‘લાલોઃ કૃષ્‍ણ સદા સહાયતે'ની સ્‍ટાર કાસ્‍ટ અને ટીમે શાળાની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે સંઘર્ષ અને સકારાત્‍મકતાની વાતો શેર કરી હતી. અંકિત સખીયા, રીવા રાચ્‍છ, કરણ જોશી અને શ્રૃહદ ગોસ્‍વામીએ પોતાના જીવનના અનુભવો તેમજ ફિલ્‍મ વિષે દીલ ખોલીને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. સત્‍ય અને ધર્મના માર્ગ પર હંમેશા જીત મળે છે તેવો ફિલ્‍મનો સંદેશ સરળ રીતે અહીં પણ સમજાવ્‍યો હતો. રસપ્રદ મુલાકાતથી નચિકેતા સ્‍કુલના વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. તે સમયની તસ્‍વીરો અહીં નિહાળી શકાય છે. 

(3:01 PM IST)