તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
ડો. બાબા સાહેબ આંબેડકરજીનાં મહાપરિનિર્વાણ દિવસ
નિમિતે ક્રિમીનલ બાર એસોસિએશનમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

રાજકોટ : આજરોજ ડો. બાબા સાહેબ આંબેડકરજીનાં ૬૯ માં મહાપરિનિર્વાણ દિવસ નિમિતે રાજકોટ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આવેલ ક્રિમિનલ બાર એસોશિએશનમાંશ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયેલ, આ કાર્યક્રમમાં બીજેપી લિગલ સેલ રાજકોટ શહેર કન્વીનર શ્રી પિયુષભાઇ શાહ, બીજેપી લિગલ સેલ સમરસ પેનલનાં તમામ ઉમેદવાર સુરેશ ફળદુ, સિદ્ધરાજસિંહ જાડેજા, મેહુલ મહેતા, સંદીપ વેકરીયા, રેખાબેન પટેલ, સાગર હપાણી કારોબારી સભ્ય પદનાં ઉમેદવારી મહિલા અનામત શ્રી જોશી હિરલબેન, પંડયા અલકાબેન, રાવ મિતાબેન, કારોબારી સભ્ય પદનાં ઉમેદવારો શ્રી ચોલેરા યશ, જેઠવા કેતન, મકવાણા રણજીત, ઠાકર કશ્યપ, ઠક્કર જતીન, વેકરિયા અમિત, વ્યાસ દિપ સહિતનાં ઉમેદવારો તથા રાજકોટ ડિસ્ટ્રીક્ટ એ.જી.પી. શ્રી કમલેશ ડોડીયા, રક્ષિત કાલોલા, આબીદ સોસન, ક્રિમિનલ બાર એસોસિએશનનાં પ્રમુખ શ્રી રાજકુમાર હેરમા, તુષાર બસ્લાણી, એન.ડી.ચાવડા, દિવ્યેશ મહેતા, અશ્વિન ગોસાઇ, એલ.જે.રાઠોડ સહિતનાં હોદેદારો તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત નાં કો-ઓપ્ટ મેમ્બર શ્રી અશોક ડાંગર, અશ્વિન મહાલીયા, પ્રવિણ સોલંકી, ભરત પરમાર, મનોજ સોલંકી, રમઝાન અગરિયા, વિજય બાવળિયા, સહિતનાં ખુબ જ મોટી સંખ્યામાં વકીલશ્રીઓ હાજર રહી અને તમામ ડો. બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
(3:23 PM IST)










