<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

બજરંગવાડીના ૪૩ વર્ષના વિનોદભાઇ લખતરીયાનું હાર્ટએટેકથી મોત

રાજકોટ તા. ૬: હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્‍યુની વધુ એક ઘટના બની છે. જેમાં જામનગર રોડ બજરંગવાડી શેરી નં. ૧૩માં રહેતાં વિનોદભાઇ નરોત્તમભાઇ લખતરીયા -પ્રજાપતિ (ઉ.વ.૪૩) નામના યુવાન સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

વિનોદભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. તેને જુની આંચકીની બિમારી હતી. આજે એકાએક શ્વાસ ચડયા બાદ તબિયત બગડતાં બેભાન થઇ જતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ અંતિમ શ્વાસ લીધા હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. 

(3:45 PM IST)