તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 6th December 2025
જૈન સમાજના યુવાઓ માટે નાઇટ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ સીઝન-૧પ : કુલ ૧૩ ટીમો ર૦૦ ખેલાડીઓ ભાગ લેશે
જૈન સ્પોર્ટસ ઓર્ગેનાઇઝેશન દ્વારા સતત ૧૦માં વર્ષે આયોજન : રર ડિસેમ્બરથી ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે, વિજેતા ટીમને ટ્રોફી, ઇનામોથી નવાજાશેઃ ટૂર્નામેન્ટમાંથી થયેલ આવક સેવા કાર્યના ઉપયોગમાં વપરાશે

રાજકોટઃ જૈન સ્પોર્ટસ ઓર્ગેનાઇઝેશન દ્વારા માત્ર જૈન ખેલાડીઓ માટે જૈન સમાજ તરફથી આયોજન કરાયેલ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુનામેન્ટ સીઝન-૧પ નું આયોજન કરાયું છે. આ વર્ષે કુલ ૧૩ ટીમો અને ર૦૦ થી વધુ જૈન ખેલાડીઓ ટુનામેન્ટમાં ભાગ લઇ રહ્યા છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતભરમાં થી ટીમો ભાગ લેશે.
આ ટુનામેન્ટનો મુખ્ય હેતુ-જૈન સમાજમાં એકતા, ભાઇચારો, તથા જૈન બાળકોની શાળાની ફી અને જીવદયા જેવા કાર્ય માટે સહયોગ એકત્રિત કરવાનો હોવાનું જણાવાયું છે. છેલ્લા ૧૦ વર્ષથી સતત આ ટુનામેન્ટનું સફળ આયોજન થઇ રહયાનું જણાવાયું છે.
તા.રર ડિસેમ્બર થી ર૭ ડિસેમ્બર ગ્રીનફિલ્ડ ગ્રાઉન્ડ જામનગર હાઇવે, રાજકોટ ખાતે સાંજે ૪:૩૦ થી રાત્રે ૧૧:પ૯ સુધી મેચો રમાશે. દિવસના કુલ ૪ મેચો રમાશે. લીગ અને સેમી ફાઇનલ મેચ ૧ર ઓવર અને ફાઇનલ મેચ ૧૪ ઓવરનો રમાશે.
આયોજનમાં હાર્દિક કોઠારી, સાગર હપાણી, ચિંતન મહેતા, ધૈર્ય પારેખ, ઋષભ કોઠારી, ચિરાગ મહેતા, કેયુર ગાંધી, ધવલ ગાંધી, પ્રતિક ગાંધી, મિખીલ વોરા, માનસ રૂપાણી, હિત અવલાણી, રવિ શેઠ, હિમાલય મીઠાણી, ઉમંગ ગોસલિયા, જયદીપ વોરા જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:25 PM IST)










