<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

શિવાજીનગરના રોહિતને સાગર અને મનીયાએ પહેલા ગાળો દીધી, પછી ઘરમાં ઘુસી માર માર્યો

તને બહુ હવા આવી ગઇ છે કહી આંતરીને માથાકુટ : ભત્રીજાને છોડાવવા વચ્‍ચે માટે પડેલા મોટા બાપા નરસિંહભાઇ અને બા જયાબેનને પણ બંને શખ્‍સોએ મારકુટ કરીઃ થોરાળા પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૬:  દુધસાગર રોડ પર આવેલા શીવાજીનગર વિસ્‍તારમાં રાત્રે મારામારીની ઘટના બની હતી. જેમાં બે શખ્‍સોએ યુવકને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો તેમજ તેના વૃધ્‍ધ કૌટુંબીક મોટા બાપા અને મોટા બાએ વચ્‍ચે પડવાની કોશિશ કરતાં તેમને પણ ઢીકાપાુટ મારતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં થોરાળા પોલીસે દૂધસાગર રોડ પાવર હાઉસ સામે શિવાનજીનગર-૧૦માં રહેતાં રોહિત દિનેશભાઇ માત્રાણીયા (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી મનોજ ઉર્ફ મનીયો સરવૈયા અને સાગર બાલા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. રોહિતે ફરિયાદમાં જણાવ્‍યું છે કે શુક્‍વારે રાતે સાડા અગીયારેક વાગ્‍યે તે પોતાના બહેનના ઘરેથી એક્‍ટીવા લઈને ઘરે આવી રહ્યો હતો ત્‍યાર ચુનારાવાડ ચોકથી આગળ ગજાનન ડેરીની સામે તેમના લતાનો રહેવાસી મનોજ ઉર્ફે મનીયો સરવૈયા તેની પાસે આવ્‍યો હતો અને ‘તને બહુ જ હવા આવી ગઈ છે' તેમ કહી વગર વાંકે બોલાચાલી શરૂ કરી હતી. રોહિત ઝઘડો ટાળીને ત્‍યાંથી નીકળી ગયા હતા અને પોતાના ઘરે પહોંચ્‍યો હતો.

આ પછી રાતે બારેક વાગ્‍યે મનોજ ઉર્ફે મનીયો અને તેનો મિત્ર સાગર બાલા ફરીથી રોહિતના ઘરની ડેલી પાસે આવ્‍યા અને ગાળો ભાંડીને રોહિતને બહાર આવવા પડકાર્યો હતો. રોહિત બહાર ન નીકળતાં બંનેએ રૂમનો દરવાજો ધક્કો મારી ખોલી નાખ્‍યો અને ઘરમાં ઘુસી ગયા હતાં. આ વખતે રોહિતના કૌટુંબીક મોટા બાપા નરસિંહભાઈ સવશીભાઈ (ઉ.વ. ૬૫) અને મોટાબા જયાબેન (ઉ.વ. ૬૩)એ વચ્‍ચે પડીને બંનેને સમજાવવાનો પ્રયાસ કરતાં આ બંને વધુ ઉશ્‍કેરાઇ ગયા હતાં. સાગરેરોહિતનો કાઠલો પકડી નાક પર ઢીકો મારી નીચે પાડી દીધો હતો. ત્‍યાર બાદ ે છાતી અને મોઢા પર ઢીકા-પાટુનો માર મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન, મનોજ ઉર્ફે મનીયાએ તેની પાસે રહેલા ધોકા વડે માર માર્યો હતો. જેમાં એક ઘા જમણી આંખના નેણ પર મારતા મુંઢ ઈજા પહોંચી હતી.

આ હુમલા દરમિયાન  સાગર બાલાએ તેના નેફામાંથી છરી કાઢી અને તેના હાથા વડે રોહિતના છાતીના ભાગે માર માર્યો હતો. જ્‍યારે નરસિંહભાઈ અને જયાબેન છોડાવવા માટે વચ્‍ચે આવ્‍યા ત્‍યાર તેમને પણ ઝપાઝપી કરી અને ઢીકા-પાટુનો માર માર્યો હતો. ત્રણેયે રાડારાડી કરતા બંને હુમલાખોરો ભાગી ગયા હતાં. ઇજાગ્રસ્‍ત રોહિત અને તેના મોટા બાપા નરસિંહભાઈ સાથે તાત્‍કાલિક થોરાળા પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા પહોંચતા પીઆઇ જી. એન. વાઘેલાની રાહબરીમાં હેડકોન્‍સ. સી. સી. મકવાણાએ ગુનો નોંધ્‍યો હતો.

(3:26 PM IST)