તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
કાલે રાજકોટના આકાશમાં તાકાતનું પ્રદર્શન : ભવ્ય એર શો
સૂર્યકિરણ એર-શોના રિહર્સલે લોકોના દિલ જીત્યાઃ એરફોર્સનાં જવાનોનું અભૂતપૂર્વ શૌર્ય અને અવકાશી સ્ટંટ નિહાળી લોકો દંગ ૯ વિમાનોએ અવકાશમાં ત્રિરંગા સહિતના અદભૂત ફોર્મેશન રચતા હજ્જારો લોકોની ચીચીયારીથી સ્માર્ટ સિટી એરિયા ગાજી ઉઠ્યોઃ આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમના જવાનોએ ઉડતા એરક્રાફ્ટમાંથી આશરે ૮૦૦૦ ફૂટની ઉંચાઈએથી પેરાશુટ સાથે આકાશમાં દિલધડક જમ્પ લગાવી ધરતી પર કર્યુ સફળ લેન્ડીંગ : આવતીકાલે રવિવારે યોજાનાર એર-શો અને શષા પ્રદર્શનનું આયોજન સંપૂર્ણપણે વિનામુલ્યેઃ ટિકિટ કે પાસની આવશ્યકતા નથી

યે દિલ માંગે મોરઃ શહેરમાં આવતીકાલે વાયુસેનાના ફાઇટર પ્લેનનો એર-શો તથા સ્કાય ડાઇવીંગનો રોમાંચ અટલ સરોવર ખાતે સર્જાવાનો છે, ત્યારે આજે તેનું ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યુ હતું. ઉપરોકત તસ્વીરોમાં સૂર્યકિરણ અને આકાશ ગંગા ટીમના જાબાઝ જવાનો દ્વારા દિલધડક સ્ટંટ રજૂ કરવામાં આવેલ. જયારે શહેરીજનોએ રીહર્સલનો આનંદ માણવા અટલ સરોવર તથા નવા રીંગ રોડ ઉપર કાર ઉપર બેસીને પણ આ અદભૂત નજારો માણતા દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૬ : ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એટલ સરોવર આસપાસના વિસ્તારોના આકાશમાં રવિવારે તા.૭ ના સવારે ૧૦.૦૦ વાગ્યે યોજાનાર સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રીહર્સલ શનિવારે તા.૬ ના સવારે ૧૦.૦૦ વાગ્યાથી યોજાયું હતું જેને હજ્જારો લોકોએ હર્ષનાદ અને ચીચીયારીથી વધાવી લીધું હતું.
ભારતીય વાયુસેનાના સુર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા કાલે તા.૦૭ ના સવારે ૧૦:૦૦ વાગ્યાથી યોજાનારા ભવ્ય એર શો સાથે, પ્રથમ વખત શહેરના નાગરિકો પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડનું પણ આકર્ષક લાઈવ પરફોર્મન્સ માણી શકશે. અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તાર (અટલ સરોવર ફરતે) ના આકાશમાં અદભુત ‘‘સૂર્યકિરણ એર-શો, એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ, શષા પ્રદર્શન અને આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમનું રોમાંચક લાઈવ પ્રદર્શન'' યોજાશે. આ તમામ પરફોર્મન્સ આજે તા.૦૬ને શનિવારના રોજ ફૂલ ડ્રેસ રિહર્સલમાં પણ આવરી લેવામાં આવ્યા હતા.
આજે શનિવારે રીહર્સલ શરૂ થયા પૂર્વે સવારે ૧૦:૦૦ કલાકે ગરૂડ કમાન્ડોના શષાોના પ્રદર્શન મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ કરી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી C-295 એરક્રાફ્ટની ફ્લાયપાસ્ટ સાથે એર-શોનો આગાઝ થયો હતો. ત્યારબાદ આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમના જવાનો દ્વારા દ્વારા, ૮૦૦૦ ફૂટની ઉંચાઈએ ઉડતા એરક્રાફ્ટમાંથી પેરાશૂટ સાથે આકાશમાં જમ્પ કરી લોકોના દિલની ધડકન તેજ કરી દીધી હતી. આ જવાનોએ ધરતી પર જે સ્થળે સેઈફ લેન્ડીંગ કર્યું તે સ્થળેથી જવાનોને હેલિકોપ્ટર MI- 17V5 દ્વારા વિંગસિંગ ઓપરેશનમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ટીમના પેરાટ્રૂપર્સ આકાશમાંથી ઝડપભેર ઝંપલાવી અનોખા ફોર્મેશન, રંગીન સ્મોક ટ્રેઈલ્સ અને અત્યંત દિલધડક સ્ટન્ટ્સ રજૂ કરે છે. કાર્યક્રમ દરમિયાન દર્શકોને દેશના વીર જવાનોની તૈયારી, શિસ્ત અને સાહસનો જીવંત અનુભવ થયો હતો. આ પછી એરફોર્સ બેન્ડના પરફોર્મન્સ સાથે આકાશમાં નવ - નવ વિમાનો દ્વારા ભવ્ય એર-શો યોજાયો હતો. આ કાર્યક્રમોએ રાજકોટના આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણો સર્જી હતી.
ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ Suryakiran Aerobatic Teamના નવ-નવ વિમાનોએ આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કરી સૌના દિલ જીતી લીધા હતાં. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાઈલોટ્સની કુશળતા નિહાળી નાગરિકો રોમાંચિત થઇ ગયા હતા અને તેઓએ હર્ષનાદ અને ચીચીયારી સાથે આ પરફોર્મન્સને વધાવી લીધું હતું.
એરફોર્સ બેન્ડ પર દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મીલિટરી બેન્ડ ટયૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિકે સમગ્ર એર-શોમાં અભૂતપૂર્વ માહોલ સર્જ્યો હતો.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવરની આસપાસના સ્માર્ટ સિટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ ૧૭ થી ૨૦ જેટલી મોટી સ્ક્રીન મુકવામાં આવી છે અને તેના માધ્યમથી બહોળી સંખ્યમાં લોકો એર-શોના સાક્ષી બન્યા હતા. એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઈટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકાયા હતા.
આ ઉપરાંત નાગરિકોની સુગમતા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર ફરતે ૩૦ થી વધુ સાઉન્ડ ટાવર સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે જેના માધ્યમથી અટલ સરોવર ફરતે રહેલા નાગરિકોએ ભવ્ય એર-શો અંગેની માહિતી અને લાઈવ બેન્ડની સૂરાવલીનો આનંદ પણ મેળવ્યો હતો. અટલ સરોવરના ર્પાકિંગ પ્લોટમાં આવતીકાલે તા.૦૭ ને રવિવારે પણ બપોરના ૧૨ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી એર ફોર્સ સ્ટેટિક ડિસ્પ્લેમાં એરફોર્સના સાધનો અને શષાો નિહાળી શકાશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને પરિવાર સાથે આ અનોખા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આકાશથી ધરતી સુધી વ્યાપતું આ ગૌરવમય પ્રદર્શન માણવા વિનંતી કરે છે. આવો, દેશના શૂરવીરોને સલામ કરવા અને રાજકોટના વિકાસ ગાથામાં એક યાદગાર અધ્યાય ઉમેરવા માટે આપ સૌ જોડાઓ.
આ અવસરે માનનીય મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ કમિશનરો સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. એર-શોની સાથોસાથ ડીફેન્સનાં શષાો અને સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવેલ છે. (૨.૨૮)
કયાંથી પ્રવેશ
સ્માર્ટ સીટી એરિયામાં આવવા માટે કાલાવડ રોડ તરફથી નવા રીંગ રોડ ઉપર, જામનગર રોડ પરથી નવા રીંગ રોડ ઉપર, રૈયા ચોકડી તરફથી સ્માર્ટ સીટી તરફ અને રામાપીર ચોક પરથી રૈયાધારવાળો રોડ.(૨.૨૭)
એર-શોની સાથે સાથે
* ભવ્ય સૂર્યકિરણ એર-શોમાં અટલ સરોવરના આસપાસના આકાશમાં વાયુ સેના દ્વારા રોમાંચક પરફોર્મન્સ અને એરફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ.
* અટલ સરોવરના ર્પાકિંગ પ્લોટમાં એર ફોર્સના શષાો અને સાધનોનું સ્ટેટિક ડિસ્પ્લે
* સ્માર્ટ સીટી એરિયામાં અલગ અલગ સ્થળોએ ૧૭ થી ૨૦ મોટી સ્ક્રીન પર સમગ્ર કાર્યક્રમ જીવંત પ્રસારણ કરવામાં આવશે.
* જુદા-જુદા સ્થળોએ ૩૦ થી વધુ સાઉન્ડ ટાવર મુકવામાં આવશે.
* અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં કુલ-૭ (A to G) વ્યુ પોઈન્ટ અને કુલ-૮ ર્પાકિંગ પ્લોટ (A to H)
* સ્માર્ટ સીટી એરિયામાં આવવા માટે મુખ્ય ચાર માર્ગોઃ કાલાવડ રોડ તરફથી નવા રીંગ રોડ ઉપર, જામનગર રોડ પરથી નવા રીંગ રોડ ઉપર, રૈયા ચોકડી તરફથી સ્માર્ટ સીટી તરફ અને રામાપીર ચોક પરથી રૈયાધારવાળો રોડ
* ઇમરજન્સી અને જાહેર સલામતી માટે BRTS ના રસ્તા ખાલી રાખવા લોકોને નમ્ર અપીલ છે.(૨.૨૭)
૭ વ્યુ પોઇન્ટ- ૮ પાર્કિંગ પ્લોટ
અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં કુલ-૭ (A to G) વ્યુ પોઈન્ટ અને કુલ-૮ ર્પાકિંગ પ્લોટ (ર્પાકિંગ B, C અને D રીઝર્વ ર્પાકિંગ તેમજ ર્પાકિંગ A, E, F, G, H જનરલ ર્પાકિંગ) નક્કી કરવામાં આવેલ છે.(૨.૨૭)
(3:30 PM IST)










