તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 6th December 2025
જીજ્ઞેશ જોશીના પાયાવિહોણા આક્ષેપોનું સુરસુરીયું
સંદીપ વેકરીયા ફરીથી સસ્પેન્ડ ગણવામાં આવશે કે નહિં તે અંગેનો પણ ગણગણાટ શરૂ : એક સફળ સેમીનાર અને રાજકોટ બાર એસો. ની ગરિમાને ઝાંખપ લાગે તે હેતુ સાથે જીજ્ઞેશ જોશી પોતાના અંગત હેતુ માટે ખોટા આક્ષેપો કરે છે : એડવોકેટ દિલીપભાઇ પટેલ

રાજકોટ : જાણીતા સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઇ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં સંદિપ વકેરીયાએ આક્ષેપ કરેલા હોય પુરવાર નહીં કરતા બાર એસોસીએશન એ સસ્પેન્ડ કરતા સંદિપ વેકરીયા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઇલેકશન કમિટી સમક્ષ અરજી કરતા રાજકોટ ૧રએસોસીએશનનો હુકમ રદ કરી અને તેમને રોલ પછી દુર કરેલ હોય ફરીથી તેમનું નામ એડ કરી અને ચૂંટણી લડવા માટે આદેશ કરેલો તે આદેશના વિરૂદ્ધમાં રાજકોટ બાર એસો.ના સભ્ય બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં રિવિઝન કરતા કાઉન્સિલ ઓફ ગુજરાતનો હુકમ સ્ટેટ હતો આદેશ કરતા સમગ્ર વકીલ આલમમાં ખળભળાટ મચી ગયેલ છે. વકીલોમાં હવે સંદિપ વેકરીયા ફરીથી સસ્પેન્ડ ગણવામાં આવશે કે નહીં તે પ્રકારનો ગણગણાટ શરૂ થઇ ગયેલ છે.
બે હજાર વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાના કામમાં સસ્પેન્ડેડ વકીલ જીજ્ઞેશ જોશીની ખોટી અફવાઓ ફેલાવવાની કોંગ્રેસી માનસિકતા છતી થાય છે. જેમ રાહુલ ગાંધી વોટ ચોરીનો ખોટો મુદ્દો ઉભો કરી તે મુદ્ાને ચગાવી ખોટી અફવાઓ અને હવા ઉભી કરવાના પ્રયત્નો કરે છે. તેવી જ રીતે જીજ્ઞેશ જોશી એક સફળતમ સેમીનારને અને રાજકોટ બાર એસોસીએશનની ગરિમાને ઝાંખપ લાગે તે હેતુથી પોતાના અંગત સ્વાર્થને કારણે ખોટા આક્ષેપો કરવાની ટેવ ધરાવે છે તે હવે રાજકોટના વકીલ જાણી ગયેલ છે.
જે રીતે રાહુલ ગાંધીના પાયાવિહોણા આક્ષેપોનું સુરસુરીયું નીકળી ગયું તે રીતે જ જીજ્ઞેશ જોશીના પાયાવિહોણા સ્વાર્થભરીયા આક્ષેપોનું સુરસુરીયું રાજકોટના વકીલો કાઢી નાંખશે. જીજ્ઞેશ જોશી દ્વારા અપનાવવામાં આવેલ રાહુલ ગાંધીની વિચારધારા રાજકોટ બારના વકીલો સાંખશે નહીં એવો ગણગણાટ શરૂ થઇ ગયેલ છે અને આ જીજ્ઞેશ જોશી સામાવાળાના સમર્થનમાં હોય સામાવાળાની ચૂંટણીના ઉમેદવારોને પણ આ જીજ્ઞેશ ચોથી અસર ઉભી કરે તેવી પ્રબળ માન્યતા ઉભી થયેલ છે. તેમ એડવોકેટ દિલીપભાઇ પટેલે અંતમાં જણાવ્યુ હતું.
(3:46 PM IST)










